Gujarat

કથિત ઔદ્યોગિક પ્રદૂષણથી ખેડૂતો પાયમાલ

ઓખામંડળ તાલુકામાં કથિત ઔદ્યોગિક પ્રદુષણથી ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી પગલાંની માંગ કરાઇ છે. ઓખામંડળ તાલુકામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો દ્વારા કથિત રીતે પ્રદુષણ ફેલાવવાને લીધે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે મંગળવારે દ્વારકા પ્રાંત અધિકારીને કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી નકકર પગલાં લેવા માંગણી કરાઈ છે.

આવેદનમાં જણાવ્યાનુસાર આ વિસ્તારના મોટા ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાતા પ્રદુષણનો વ્યાપ ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યો હોય, ખેડૂતોની ખેતી બરબાદ થતી હોવાથી આર્થિક રીતે પાયમાલ થતાં ખેડૂતોને વહારે આવી પ્રદુષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમો વિરૂધ્ધ નકકર કાર્યવાહીની માંગ કરાઈ છે.