Gujarat

ધાનેરામાં બસચાલકને છાતીમાં દુ:ખાવો થતાં ટ્રિપલ અકસ્માત

મહેસાણા ગોપીનાળાની બહાર ઢાળ ચડી રહેલી એસટી બસે રોડ ક્રોસ કરી રહેલી 50 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને મહેસાણા સિવિલથી અમદાવાદ ખાતે સારવાર માટે રીફર કરાયા બાદ તેનું મોત નીપજ્યું હતું.

બહુચરાજી એ સટી ડેપોની બહુચરાજી -રાંતેજ બસ શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ મહેસાણાના ગોપીનાળામાંથી એસટી ડેપોમાં જતાં સમયે ઢાળ ચડી રહી હતી.

ત્યારે મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરથી માહિતી ભવન સામે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ટક્કર મારી હતી. નીચે પડી ગયેલી મહિલાના પગ ઉપર ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના કારણે સિવિલમાં સારવાર માટે ખસેડાઈ હતી.

જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. અમદાવાદ તબીબના કહેવા મુજબ, શરીરે થયેલી ઇજાઓને પરિણામે વધારે પડતું લોહી જોવાથી આઘાતને પરિણામે તેમનું મોત થયું હોઇ શકે.

જ્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસના કર્મચારીના કહેવા મુજબ, મૃતક મહિલાના ડાબા હાથે તારાબેન અને મફીબેન લખેલું છે અને તેમની ઓળખ મેળવવા માટે તપાસ ચાલુ છે. આ અગાઉ પણ ઢાળમાં અકસ્માત થઇ ચૂક્યા છે.

ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા નજીક શુક્રવારે બસના ચાલકને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં આગળ જતાં ટ્રેક્ટરને ટક્કર મારતાં ગટરમાં ખાબક્યું હતું અને પાછળ આવતો બાઇક ચાલક બસ સાથે ભટકાયો હતો. ટ્રિપલ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી.