રાજકોટ
લલિત વસોયાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી આ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીમાં મારા વિસ્તારના લોકોને એક સોગંદનામું કરીને ખાતરી આપી હતી કે, ધારાસભ્ય તરીકે ચૂંટાઇશ તો મને ધારાસભ્ય તરીકે મને જે પગાર મળે છે એ પગાર પર મારો નહીં મારા મતદારોનો અધિકાર રહેશે. આ પગાર હું ગરીબ લોકોને આરોગ્યની સુવિધા માટે વાપરીશ. આજ સુધી હું સોગંદનામાની અમલવારી કરૂ છું. વધુમાં વસોયાએ જણાવ્યું હતું કે, પરંતુ અમારે ધોરાજી ભાજપનો આખો ઘાણવો દાઝી ગયેલો છે. સારા કામની કદર કરવાને બદલે એ સોગંદનામામાં ફેરફારો કરી અને ૫ રૂપિયામાં ૧૩૫નો માવો મળશે. આવો મારા સોગંદનામાના નામે સોશિયલ મીડિયાની અંદર ફોટો વાઇરલ કરી મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરે છે. પરંતુ મારા વિસ્તારના લોકો બધુ જાણે છે.ધારાસભ્ય તરીકે મળતો પગાર, ગાંધીનગરમાં આવેલો મારો બંગલો કે જેમાં ત્યાં આવતા લોકો માટે હું સુવિધા પુરી પાડું છું. ટીખળ ટોળકી આવી પ્રવૃત્તિ કરી પોતાની માનસિકતા છતી કરતી હોવાનું મને લાગી રહ્યું છે.ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાયાએ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં રજૂ કરેલા જાહેરનામામાં કોઇ ટીખળખોરે છેડછાટ કરી સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, હું લલિત વસોયા સોગંદ લઉં છું કે જાે હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું ૧૩૫ વાળા માવાના ૧૨માંથી ૫ રૂપિયા સરકાર પાસે કરાવીને પછી જ બીજુ કામ કરીશ. જાેકે આ અંગે લલિત વસોયાએ ખુલાસો આપી પોતાનું અસલી સોગંદનામુ જાહેર કરવું પડ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ટીખળખોર ટોળકીનો મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે લલિત વસોયાના અસલી સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, હું લલિત વસોયા ઇશ્વરના સોગંદ લઉં છું કે, હું ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ સામે લડવા ચૂંટણી લડી રહ્યો છું. લોકસેવાના કાર્યો કરવા એ મારો પ્રથમ અને અંતિમ ધ્યેય છે. જાે હું ચૂંટણીમાં જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો ધારાસભ્યને મળતો પગાર હું મારા મત વિસ્તારના આર્થિક રીતે ગરીબ અને તમામ ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકોની મેડિકલ સહાય માટે આપી દઇશ. આ વ્યવસ્થા માટે હું ધોરાજી-ઉપલેટાના બિન રાજકીય અને સામાજિક આગેવાનોની એક સમિતિ બનાવી તેમને જવાબદારી સોંપીશ.
