રાજકોટ શરીર સબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમની પાસા હેઠળ અટકાયત કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૨૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર-નવાર શરીર સંબધી ગુન્હા કરતા ઇસમો ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરુધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સંબંધે પોકેટ કોપ તથા ઈ.ગુજકોપ માં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી શરીર સંબધી ગુન્હા કરવાની ટેવવાળા ઇસમ વીરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવતા પોલીસ કમીશનર દ્રારા પાસા વોરંટ ઇશ્યુ કરતા પાસા વોરંટ ની એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. આનંદભાઈ ઉર્ફે કાળુ રવીભાઈ મુછડીયા જાતે.અનુ.જાતી ઉ.૨૭ રહે.નવી ઘાંચીવાડ શેરીનં-૨/૭ નો ખુણો જીલ્લા ગાર્ડન ચોક પાસે રાજકોટ. રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે પ્રોહી કલમ-૬૫(ઈ), ૧૧૬(બી),વી. ઈ.પી.કો. કલમ-૫૦૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


