પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટના હજી સુધી ઉકેલાઈ ન હતી.
આરોપી નાગા બાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હતો. પોલીસને તપાસ દરમિયાન જાણ્યું કે, આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.
પોલીસે આરોપીના ફોટા મેળવ્યા અને તે સમયે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવી ફરિયાદીની ઓળખ કરાવી. ફરિયાદીએ આરોપીને ઓળખી કાઢતા પોલીસએ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઇ જેલમાંથી કબજામાં લીધો અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પર લીધો છે.
આરોપીનું નામ વનરાજનાથ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વનિયો છે. તેનું વતન દહેગામ તાલુકાના ગણેશપુરા મદારીનગરમાં છે અને તે રિક્ષામાં કપડાં વેચવાનું કામ કરતો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે, વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેના પર ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, વડોદરા, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં ચોરી, છેતરપિંડી, હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુનાઓ દાખલ છે.
તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે, સંડોવાયેલ આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં સાબરમતી જેલમાં બંદી છે. આરોપી વિશે વધુ માહિતી મેળવવા પોલીસએ તેનો ફોટો મેળવ્યો અને સાથે જ પહેલા ગુનાની ધરપકડ સમયે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ એકઠી કરી અને ફરિયાદીને આરોપીનો ફોટો અને સોશિયલ મીડિયા પરથી મળેલી રીલ્સ બતાવવામાં આવી હતી. ત્યારે ફરિયાદીએ આરોપીને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યો હતો. આ ઓળખના આધારે રાંદેર પોલીસએ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું.

