Gujarat

મોડી રાત સુધી ચાલતા ન્યૂસન્સરૂપ 210 પાનના ગલ્લા અને ચાના સ્ટોલને નોટિસ

શહેરમાં મોડી રાત સુધી ચાલતાં પાન-ગલ્લા તથા ચાની લારીઓ ન્યૂસન્સરૂપ હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાને ધ્યાને આવતાં રાત્રિ ન્યૂસન્સ ડિટેકશન સ્કવોડ બનાવી 15 દિવસથી ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે, જેમાં કુલ 564 કિ.ગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો તેમજ 450 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 210 સંસ્થાને નોટિસ ફટકારી 8.75 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

દરેક સંસ્થાને સૂકા-ભીના કચરા માટે બે અલગ-અલગ કચરાપેટી રાખવા તેમજ કચરો તેમાં જ નાંખવા કડક સૂચના અપાઈ હતી.

હવે પછી અલગ-અલગ કચરાપેટી ન રાખી ગંદકી ફેલાવતી સંસ્થાઓ સામે વધુ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકાના આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગરે જણાવ્યું હતું.