Gujarat

હવાઈ ચોકમાં પાકિસ્તાની ઝંડાની રંગોળી બનાવી મુર્દાબાદના નારા લગાવ્યા

જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં નાગરિકોએ પાકિસ્તાન વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે. સ્થાનિક લોકોએ રસ્તા પર પાકિસ્તાનના ઝંડાની રંગોળી બનાવી તેના પર મુર્દાબાદના સૂત્રો લખ્યા છે.

પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરતા સિંધુ જળ સંધિ પર ભારત સરકારના કડક વલણને આવકાર્યું છે. જામનગરવાસીઓએ પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધોની માગણી પણ કરી છે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન નાગરિકોએ દેશભક્તિના નારા લગાવ્યા અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. આ રીતે જામનગરના લોકોએ પાકિસ્તાન સામેનો પોતાનો વિરોધ અનોખી રીતે વ્યક્ત કર્યો છે.