Gujarat

પ્રેરણા ફાઉન્ડેશનના CEO પ્રેમ કંડોલિયાને પીએચડીની ડિગ્રી

સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી પ્રેમ કંડોલિયાએ ‘ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વચ્છ ભારત મિશન’ વિષય પર પીએચડીની ડિગ્રી મેળવી છે. પ્રો. ડો. અર્ણવ અંજારીયાના માર્ગદર્શન હેઠળ તેમણે આ સંશોધન પૂર્ણ કર્યું છે.

પ્રેરણા ફાઉન્ડેશનના સીઈઓ તરીકે કાર્યરત પ્રેમ કંડોલિયાએ તેમના સંશોધનમાં સ્વચ્છ ભારત મિશનની અસરકારકતા અને નીતિ માળખાનું વિશ્લેષણ કર્યું છે.

તેમના મતે આ સંશોધન સ્વચ્છતા અભિયાનને નવી દિશા આપશે અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.

ડો. કંડોલિયા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ જીવદયા, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, સાહિત્ય અને કલા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. યુવા વર્ગ સાથે તેમનું મજબૂત જોડાણ છે અને તેઓ બહુમુખી પ્રતિભાના ધારક છે.