International

‘ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપવો જાેઈએ કે તેનાથી યુદ્ધ ન ભડકે‘ : અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું હતું કે, ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ એવી રીતે આપવો જાેઈએ કે જેનાથી બે દેશોમાં સંઘર્ષનું કારણ યુદ્ધ ન બને, જ્યારે પાકિસ્તાને પોતાના પાડોશી દેશ સાથે સહયોગ કરીને ખાતરી કરવી જાેઈએ કે તેના પ્રદેશમાં કાર્યરત આતંકવાદીઓનો “શિકાર” થાય.

એક પત્રકાર પરિષદમાં પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, ‘અમને આશા છે કે ભારત આ આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપશે કે તેનાથી વ્યાપક પ્રાદેશિક યુદ્ધ ન થાય. અમને એવી પણ આશા છે કે પાકિસ્તાન જાે તે કોઈપણ રીતે જવાબદાર હોય, તો આતંકીઓને પકડવામાં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં ભારતને સહયોગ કરશે.‘

મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહલગામ આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, અને તેને ૨૦૧૯ના પુલવામા હુમલા પછીનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, હુમલા સમયે જેડી વેન્સ પરિવાર ચાર દિવસની ભારતની મુલાકાતે હતા.

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ગયા મહિને ભારતની મુલાકાત લીધી હતી અને પહાલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાબતે ઠ પર એક પોસ્ટમાં, પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરતી વખતે હુમલાની સખત નિંદા કરી હતી.

તે પછી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે અલગથી વાતચીત કરી હતી. રુબિયોએ પાકિસ્તાનને તપાસમાં મદદ કરવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવા માટે કામ કરવા વિનંતી કરી હતી.