Gujarat

દિવાળીએ ભુજ નવા રેલવે સ્ટેશનની સાથે નલિયાની ટ્રેન પણ દોડતી કરવાનો તખ્તો

ભુજ-નલિયા વચ્ચે 1094 કરોડના ખર્ચે ટ્રેક પાથરી વિવિધ સ્થળોએ રેલવે સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે. હાલમાં અહીં માલગાડી દોડી રહી છે. આ ઉપરાંત ભુજ-નલિયા વચ્ચે ઇલેક્ટ્રીકેશનનું કામ ચાલી રહ્યું છે. જે આગામી 6 મહિનામાં પૂર્ણ થાય તેમ રેલવેના સૂત્રો જણાવી રહ્યા છે.

લાંબા સમયથી પ્રવાસોની માંગ છે કે, નલિયા સુધી ટ્રેક પથરાઈ ગયા છે.જેથી નલિયાથી મુંબઈ કે દિલ્હીની ટ્રેન દોડાવવામાં આવે પરંતુ ભુજ થી મુંબઈ અને દિલ્હી તરફ તમામ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન સાથે જોડાયેલા હોવાથી રેલવેના વર્તુળોએ અગાઉ ભુજ-નલિયા વચ્ચેનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થાય તે પછી ટ્રેન શરૂ થવાની ધારણા વ્યક્ત કરી હતી. આગામી 6 મહિનામાં કામ પૂર્ણ થતા ભુજના નવા રેલવે સ્ટેશનની સાથે નલિયાથી નવી ટ્રેન પણ દોડતી થાય તેવી આશા જીવંત બની છે.

પીટલાઇનનો મુદ્દો હજી પણ પડતર

પેસેન્જર ટ્રેનની નિયમિત જાળવણી કરવાની હોય છે આ માટે પીટલાઈન જરૂરી છે જ્યાં ટ્રેનની સંભાળ લઈ શકાય પણ નલિયામાં ક્યાંય પીટલાઈન નથી.સૂત્રો કહે છે આ પીટલાઈન ભુજ નજીક બનશે જેથી ભુજ અને નલિયા બંનેને કામ આવી શકે આ માટે ચર્ચાઓ થઈ રહી છે.