Gujarat

નડિયાદમાં ગાઢ વાદળછાયા બાદ માવઠું, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ચિંતા

ખેડા જિલ્લામાં વૈશાખ માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.

આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા છે. જોકે, ત્યારબાદ સાંજે માવઠું થયું હતું. માવઠું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ધોમધખતા તાપ વચ્ચે બપોર પછી સમગ્ર ખેડા જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. વાદળોની છાયા સાથે બાફ અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

આ પરિસ્થિતિમાં આવતીકાલે અથવા મોડી સાંજે માવઠું થયું છે. આ કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વૈશાખ માસમાં આવું વાતાવરણ ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.