Gujarat

ખેડા જિલ્લામાં ધોરણ 12 સાયન્સનુ પરિણામ ગયા વર્ષ કરતા ઘટ્યું, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં વધારો થયો

આજે સોમવારે ધોરણ 12નુ તમામ પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે. સમગ્ર ખેડા જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સના પરીણામમા ગયા વર્ષ કરતા ઘટ્યું છે. 2.91 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં છેલ્લા 2 વર્ષના પરીણામો પર ચાલુ વર્ષે આવેલ પરીણામમા વધારો થયો છે. વર્ષ 2023ની અંદર આ બંને પ્રવાહમાં 67.75 ટકા પરીણામ અને વર્ષ 2024ની અંદર 87.43 ટકા પરીણામ આવ્યું હતું તો ચાલુ વર્ષે તેમાં સતત વધારો થયો છે.

ખેડા જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 74.77 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સની અંદર A1ની અંદર 16, A2ની અંદર 126, B1ની અંદર 232, B2ની અંદર 303, C1ની અંદર 388, C2ની અંદર 348, Dની અંદર 107 વિદ્યાર્થીઓ આવ્યા છે.

ખેડા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનુ 88.07 ટકા પરીણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહની અંદર A1ની અંદર 44, A2ની અંદર 589, B1ની અંદર 1695, B2ની અંદર 2845, C1ની અંદર 3049, C2ની અંદર 1753, Dની અંદર 171 વિદ્યાર્થીઓ આવ્યા છે.

ધોરણ 12 સાયન્સની અંદર 6 કેન્દ્ર દીઠ પરીણામ પર નજર

  • ડાકોર કેન્દ્રનું 71.85%
  • થર્મલ પાવર સ્ટેશન કેન્દ્રનું 84.04%
  • કપડવંજ કેન્દ્રનું 70.88%
  • ખેડા કેન્દ્રનું 68.16%
  • નડિયાદ (શહેર) કેન્દ્રનુ 88.35%
  • નડિયાદ સ્ટેશન કેન્દ્રનું 66.81%

ધોરણ 12 સાયન્સની અંદર સૌથી વધુ નડિયાદ (શહેર) કેન્દ્રનુ 88.35% પરીણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું નડિયાદ સ્ટેશન કેન્દ્રનું 66.81% છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહના 17 કેન્દ્ર દીઠ પરીણામ પર નજર

  • ડાકોર કેન્દ્રનું 77.46%
  • કપડવંજ કેન્દ્રનું 86.51%
  • ખેડા કેન્દ્રનું 86.27%
  • નડિયાદ (શહેર) કેન્દ્રનું 88.10%
  • નડિયાદ (સ્ટેશન) કેન્દ્રનું 88.51%
  • નેશ કેન્દ્રનું 81.54%
  • વસો કેન્દ્રનું 96.85%
  • મહુધા કેન્દ્રનું 86.30%
  • અલિન્દ્રા કેન્દ્રનું 93.29%
  • ઉત્તરસંડા કેન્દ્રનું 88.93%
  • મહેમદાવાદ કેન્દ્રનું 88.94%
  • વાંઠવાળી કેન્દ્રનું 99.29%
  • સેવાલીયા કેન્દ્રનું 75.06%
  • અકલાચા કેન્દ્રનું 96.58%
  • કઠલાલ કેન્દ્રનું 82.16%
  • નિરમાલી કેન્દ્રનું 96.36%
  • કનીજ કેન્દ્ર 87.68%

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહમાં વાંઠવાળી કેન્દ્રનું 99.29% સૌથી ઊંચું પરીણામ આવ્યુ છે. જ્યારે સેવાલીયા કેન્દ્રનું 75.06% નીચું પરીણામ આવ્યું છે.

ખેડા જિલ્લાની અંદર ધોરણ 12 સાયન્સનું અને કોમર્સ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

જોકે ખેડા જિલ્લાની અંદર આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ગયા વર્ષની સરખામણીમાં સરખામણીમાં આ વર્ષે પરિણામમાં ઘટ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે આ પરીણામની ખુશી વ્યક્ત કરતા જોઈ શકાય છે.

નડિયાદમાં આવેલ નોલેજ શાળામાં ભણતા વિદ્યાર્થી મન મહંતે જણાવ્યું કે, શાળા અને માવતર દ્વારા તેને ઘણો સપોર્ટ મળતો હતો અને તેના કારણે તેને ધોરણ‌ 12 સાયન્સમાં 75.60 ટકા પીઆર મળ્યા છે.

નડિયાદના શિક્ષણવિદ શૈલેષ રાઠોડે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં ધો. 12 કોમર્સમાં પરિણામમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તરોતર વધારો થયો છે. જોકે સાયન્સ ના પરિણામમાં ઘટાડો નોંધાયો છે.

આનંદની વાત એ છે કે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં સાયન્સમાં પરિણામાં સમાન રહ્યું છે.રાજ્યની સરખામણીએ ખેડા જિલ્લાનું પરિણામ ઓછું આવ્યું તે ચિંતાનો વિષય છે.પરિણામનું વિશ્લેષણ કરીએ તો રાજ્યમાં ખાસ કરીને ચાલુ વર્ષે ધોરણ–12 સામાન્ય પ્રવાહમાં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 21 છે.

ગત વર્ષે19 હતી. જે વધીને આ વર્ષે 21 પર આવી છે. બીજી બાજુ સાયન્સમાં ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 34 છે. જે ગત વર્ષે 27 હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 10 વર્ષનું ધોરણ–12નું પરિણામ ખૂબ જ સારૂં આવ્યું છે.

રાજ્યમાં કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા? ધોરણ 12 સામાન્ય પ્રવાહ

  • નિયમિત વિદ્યાર્થીઓ – 3,64,859
  • રીપીટર વિદ્યાર્થી – 22,652
  • આઇસોલેટેડ – 4,031
  • ખાનગી – 24,061
  • ખાનગી રીપીટર – 8,306
  • કુલ – 4,23,909

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

  • નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
  • રીપીટર વિદ્યાર્થી – 10,476
  • આઇસોલેટેડ – 95
  • કુલ – 1,11,384

2024માં 9મેના રોજ આવ્યું હતું ધો. 12નું પરિણામ વર્ષ 2024ની વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું.