ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.46% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ સુપાસી કેન્દ્રનું 99.04% અને સૌથી ઓછું વેરાવળ કેન્દ્રનું 89.07% પરિણામ નોંધાયું છે.

વેરાવળ કેન્દ્રમાં દર્શન સ્કૂલની વિદ્યાર્થિની દ્રષ્ટિ મુલચંદાણીએ 99.90 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. તે સમગ્ર ગુજરાતમાં દસમા ક્રમે અને વેરાવળ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવી છે. દ્રષ્ટિના પિતા એસ્ટેટ બ્રોકર છે અને માતા ગૃહિણી છે. તે ભવિષ્યમાં CA બનવા માંગે છે.

બીજા ક્રમે ખેડૂતની પુત્રી બંસરી બારડ 99.39 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. તે IIM માં પ્રવેશ મેળવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. ત્રીજા ક્રમે માછીમારની પુત્રી વંશિકા સુયાણીએ 99.30 PR સાથે IAS બનવાનું લક્ષ્ય રાખ્યું છે.

જિલ્લામાં કુલ 71 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 892એ A2 ગ્રેડ, 1625એ B1, 1756એ B2, 1442એ C1, 538એ C2 અને 30 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. ચુડાસમા કોમલે વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે.

દર્શન સ્કૂલનું 98.27% પરિણામ આવ્યું છે. શાળા વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે.
અહીં NEET અને JEE ની તૈયારી પણ કરાવવામાં આવે છે. શાળાના પ્રમુખ ભૂપેન્દ્ર વિઠલાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને શહેરમાં જ ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે છે.


