Gujarat

કોડીનારના ડોળાસા ગામની જેન્શી કાનાબારે ITF એશિયન અંડર-14માં બે ગોલ્ડ મેડલ જીત્યા

પ્રથમ સપ્તાહમાં તેણે કોરિયાની કોરીન લીમને 6-1, 6-2થી હરાવી પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજા સપ્તાહમાં ચીનની ચેંગ જુંગને 1-6, 6-4, 6-3થી પરાજય આપી બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

જેન્શીના પિતા દીપકભાઈ બાલુભાઈ કાનાબાર પ્રાથમિક શિક્ષક છે. જેન્શી માત્ર ચાર વર્ષની હતી ત્યારે જ તેનામાં ટેનિસ પ્રત્યેનો પ્રેમ જોઈને પિતાએ તેને ટેનિસની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેને નામાંકિત ટ્રેનરો પાસે તાલીમ અપાવવામાં આવી હતી.

આ સિદ્ધિ સાથે જેન્શીએ ડોળાસા ગામ, કોડીનાર તાલુકો, જૂનાગઢ જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.

ક્રિકેટ પ્રધાન દેશમાં ટેનિસ જેવી રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવી એ નોંધપાત્ર ઉપલબ્ધિ છે.

કોડીનાર તાલુકાના ડોળાસા ગામની 14 વર્ષીય જેન્શી દીપકભાઈ કાનાબારે વિશ્વની પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન માટે પસંદગી મેળવી છે.

જેન્શીએ દિલ્હીમાં યોજાયેલી ITF એશિયન અંડર-14 ટેનિસ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.