Gujarat

રાજકોટ સીનીયર સીટીઝન નાગરીકનું રાત્રીનાં ફોરવ્હીલ કારમાં અપહરણ કરવાની કોશીષ કરનાર ટોળકીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ સીનીયર સીટીઝન નાગરીકનું રાત્રીનાં ફોરવ્હીલ કારમાં અપહરણ કરવાની કોશીષ કરનાર ટોળકીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૬/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૩/૫/૨૦૨૫ ના રોજ એ વરીષ્ઠ નાગરીક પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરેલ કે, ગઇ તા.૨૩/૪/૨૦૨૫ ના રાત્રીના સવા અગીયારેક વાગ્યાની આસપાસ પોતે પોતાનુ મોટરસાયકલ રજી.નં.GJ-03-HL-7178 વાળુ લઇ પોતાના ઘરે જતા હતા ત્યારે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફટ ફોર વ્હીલ કાર ૪ અજાણ્યા ઇસમોમાંથી પાછળ બેસેલા ૨ અજાણ્યા માણસો ગાડી માંથી ઉતરી તેઓ ને છરી બતાવી ગેરકાયદેસર રીતે અપહરણ કરવાના ઇરાદાથી તેઓનું બાવડુ પકડી પોતાની સાથે લઇ જવાનો પ્રયત્ન કરેલ હોવાની જાહેરાત કરતા ફરીયાદીની ફરીયાદ લઇ ભક્તિનગર પો.સ્ટે. ભારતીય ન્યાય સહીતા અધિનીયમ એકટની કલમ-૧૪૦, ૬૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબનો અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામા આવેલ અને જે ગુન્હો અનડીટેકટ હોય. ફરીયાદી સીનીયર સીટીજન હોય, જેથી ગુન્હાની ગંભીરતા જોતા ઉપરી અધિકારી નાઓએ અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી આરોપીઓને સત્વરે શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ PSI જે.જે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જેમા નરેન્દ્રભાઈ ગઢવી તથા હીરેનભાઇ ચાવડા તથા પ્રભાતભાઇ મૈયડ તથા હરવિજયસિંહ ગોહીલ તથા પ્રકાશભાઇ મકવાણા તથા મયુરધ્વજસિંહ જાડેજા તથા અરવિદભાઇ ફતેપરા તથા રાજદીપસિંહ જાડેજા તથા કરણભાઇ કોઠીવાલ તથા નીખીલભાઇ પીરોજીયા એમ વિગેરે સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો બનાવી બનાવ સ્થળની આજુ-બાજુ CCTV કેમેરા જોવાની ટીમ વાઇઝ અલગ-અલગ કામગીરી સોંપેલ હતી. જેમા હરવિજયસિંહ ગોહિલ તથા પ્રકાશભાઇ મકવાણા તથા મયુરધ્વજસિંહ જાડેજા વિગેરે સ્ટાફ બનાવ સ્થળની આજુ-બાજુ CCTV કેમેરા ચેક કરતા હતા ત્યારે બનાવ તે દરમ્યાન એક મોટરસાયકલ જેમા બે ઇસમો બેસેલ હતા જે શંકાસ્પદ રીતે બે ત્રણ વખત આટા-ફેરા મારતુ જોવામા આવેલ અને તેમા જોવામા આવતા ઇસમો બાબતે ખાનગી બાતમીદારો તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરાવતા હ્યુમન સોર્સીસથી માહીતી મળેલ કે, બનાવ બનેલ તે દરમ્યાન બનાવ સ્થળની બાજુમા શંકાસ્પદ રીતે બે ત્રણ વખત આટા ફેરા મારતા મોટરસાયકલમાં રહેલ ઇસમો પૈકી એક ઇસમ નીખીલ ચાવડા રહે.નવા થોરાળા રાજકોટ વાળો હોવાનુ જણાય આવેલ હતુ. જેથી આ નીખીલ ચાવડા બાબતે તપાસ કરતા તે મળી આવતા તેઓની પુછપરછ કરતા તેને તથા અન્ય આરોપીઓએ ફોર વ્હીલ લઇને જતા હતા ત્યારે રાત્રીના આ ફરીયાદી મોટરસાયકલ લઇને જતા જોવામા આવતા તેની પાસેથી પૈસા પડાવવાના ઇરાદે તેનુ અપહરણ કરવાનું નક્કી કરેલ અને આ ફરીયાદી મોટરસાયકલ લઇને જતા હતા ત્યારે તેને રોકી ફોર વ્હીલ કારમા છરી બતાવી બેસાડવાની કોશીશ કરતા ફરીયાદી રાડા રાડી કરતા તમામ કાર લઇને નાશી ગયેલ હોવાની હકીકત જણાવેલ, જે અન્વયે હ્યુમન સોર્સીસથી બાકીના આરોપીઓ બાબતે માહીતી મેળવી તેઓને પો.સ્ટે. લાવી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અપહરણની કોશીશનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે. (૧) નીખીલ મુકેશભાઇ ચાવડા રહે.નવા થોરાળા અવધપાર્ક શેરીનં-૪ રાજકોટ (૨) કરણ અશોકભાઇ સરવૈયા રહે.ગોકુલપાર્ક શેરીનં-૩ માંડાડુગર રાજકોટ (૩) મીત કીશોરભાઇ પરમાર રહે.નવા થોરાળા શેરીનં-૮ રાજકોટ (૪) નયન જ્યોતીશભાઇ દાફડા રહે.નવા થોરાળા મે.રોડ શેરીનં-૪ રાજકોટ (૫) સુજલ દિપકભાઈ પરમાર રહે.નવા થોરાળા શેરીનં-૬ રાજકોટ તથા કાયદાના સઘર્ષમાં આવેલ બે બાળ કીશોર અટક કરવાના બાકી આરોપીઓ (૧) રાહુલ ચાવડા રહે.જીલ્લા ગાર્ડન ચોક રાજકોટ (૨) ફરાદ રહે.ગંજીવાડા રાજકોટ. આરોપીઓ પાસેથી કબ્જે કરેલ કુલ મુદામાલ. (૧) ગુન્હામા ઉપયોગ કરેલ સ્વીફટ કાર રજી.નં-GJ-03-PA-7548 કી.રૂ.૩,૦૦,૦૦૦ (૨) ગુન્હામા ઉપયોગ કરેલ હોન્ડા સાઇન મોટરસાયકલ રજી.નં-GJ-03-NA-3374 કી.રૂ.૩૫,૦૦૦ (૩) ગુન્હામા ઉપયોગ કરેલ એક્ટીવા મોટરસાયકલ રજી.નં-GJ-03-KG-7000 કી.રૂ.૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250506-WA0056.jpg