Gujarat

રાજકોટ શહેર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૬/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા તથા એન.વી.હરીયાણી ની રાહબરી હેઠળ તા.૬/૫/૨૦૨૫ ના રોજ SOG શાખાના રાજેશભાઇ બાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર જંકશન પ્લોટ શેરીનં-૧૫ લોહાણા ચાલની સામે જાહેર રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી પ્ર.નગર પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે. માદક પદાર્થ ગાંજો ૫.૦૧૫ કિ.ગ્રામ કિ.૫૦,૧૫૦ કિ.રૂ.૫૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. મુકેશ ભગવાનદાસ તીવારી ઉ.૪૪ રહે.બીજોરી ગામ મહાનપુર થાના જી.ઉમરીયા (મધ્યપ્રદેશ).

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250507-WA0001-1.jpg IMG-20250507-WA0000-0.jpg