બાંગ્લાદેશની ચટગાંવની કોર્ટે હત્યાના ચાર કેસમાં ચિન્મય દાસની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. ચટગાંવ બાર એસોસિએશનના મહાસચિવ અશરફ હુસૈન રજ્જાકે કહ્યું કે, ‘કોર્ટમાં એડવોકેટે સૈફુલ ઈસ્લામ અલિફની હત્યા સંબંધીત ચાર કેસની સુનાવણી હાથ ધર્યા બાદ ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી છે.
૨૬ નવેમ્બર-૨૦૨૪નો રોજ ચટગાંવ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ સૈફુલ પર અજાણ્યા હુમલાખોરોએ ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. ચિન્મય દાસને મુક્ત કરવાની માંગ વખતે વિરોધ પ્રદર્શનો થયા હતા, આ દરમિયાન સૈફુલ પર હુમલો થયો હતો. આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે ૨૫ નવેમ્બરે દેશદ્રોહના આરોપમાં ચિન્મય દાસની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશની હાઈકોર્ટે દેશદ્રોહના કેસમાં ચિન્મય દાસને ૩૦ એપ્રિલે જામીન આપ્યા હતા. જાેકે સરકારે તુરંત ચેમ્બર કોર્ટમાં અરજી દાખલ કરી હાઈકોર્ટના ર્નિણય પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. ચેમ્બર કોર્ટે જામીન અટકાવ્યા ન હતા, પરંતુ સુનાવણીની નવી તારીખ નિર્ધારીત કરી હતી.
બાંગ્લાદેશના ચટગાંવમાં ઑક્ટોબર-૨૦૨૪માં ‘સનામત જાગરણ મંચ’ નામથી રેલી યોજાઈ હતી, જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. તે જ દિવસે ન્યુ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને તેમાં લખ્યું હતું કે, આમી સનાતની. થોડા દિવસો બાદ બીએનપી નેતા ફિરોજ ખાને આક્ષેપ કર્યો હતો કે, આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યારબાદ ચિન્મય દાસ સહિત ૧૯ લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર બાંગ્લાદેશ જ નહીં, ભારત સહિત અનેક દેશોમાં તેમની ધરપકડનો વિરોધ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમનું અસલી નામ ચંદન કુમાર ધર છે, તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. તે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવતા રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના ૭૭થી વધુ મંદિર છે અને લગભગ ૫૦ હજારથી વધુ લોકો આ સંગઠનથી જાેડાયેલા છે.

