મેંદરડા ના ખેડૂત પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર મા કમોસમી વરસાદ વરસતા ખેડૂતો એ આગોતરા વાવેતર માટે લગભગ તમામ ખેડૂતો એ ખેતરો તૈયાર કર્યા હતા ને કમોસમી વરસાદ વરસતા હવે ફરી થી ખેડૂતો ને પાછી ખેતી કરવી પડશે એટલે ખેડૂતો ને એક વિઘો ખેતર તૈયાર કરવા માટે દાંતી,રાપ અને સમાર હાંકવા ની ફરજ પડશે જેથી વિઘા દિઠ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા નો વધારા નો ખર્ચ કરવો પડશે તેમજ ચાર થી પાંચ દિવસ થી સતત વરસતા વરસાદ થી ઉનાળુ વાવેતર તલ મગ અડદ જેવા પાકો તૈયાર થવાના હતા ત્યાજ માવઠું થયું છે જેથી ખેડૂતો નો તૈયાર પાક નિષ્ફળ જશે એટલે ખેડૂતો ને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે તેમજ સતત વરસતા વરસાદ ને લીધે સૌથી વધુ નુકસાન તો કેરી ઉતપાદકો ને થયું છે કારણ કે કેરી તો વર્ષ મા એકજ વખત આવતો પાક બગડી ગયો છે અને હાલ મા જે કેરીઓ આંબા ઉપર લટકી રહી છે તેપણ બગડવા ની ભીતી સેવાઈ રહી છે જેથી તંત્ર દ્વારા તાત્કાલીક સર્વે કરી ને સરકાર માં રિપોર્ટ મોકલવો જોઈએ જેથી વળતર સમયસર મલી શકે છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


