ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગરમાં સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી દીધી છે. આ અંતર્ગત આજે સવારે જામનગરના હંગામી એસટી ડેપો ખાતે વિશેષ સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે એસટી બસોની અંદર અને બહાર ઝીણવટભરી તપાસ કરી હતી. સ્નિફર ડોગની મદદથી બસ ડિવિઝનના તમામ વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ મુસાફરોના સામાનની પણ તપાસ કરી હતી.

સમગ્ર ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે અનિચ્છનીય પદાર્થ મળી આવ્યો ન હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પ્રકારની નિયમિત તપાસ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

