મેંદરડા ના સમઢીયાળા ખાતે શ્રીમદ્ ભાગવત્ મોક્ષ ગાથા અને મનોરથ યોજાયા
રાજાણી પરિવાર દ્વારા આયોજિત ભાગવત્ કથા મનોરથનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો
મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે તા.૬/૫ થી તા.૧૨/૫ દરમ્યાન પટેલ સમાજ સમઢીયાળા ના પટ્ટા ગણમાં પિતૃઓના મોક્ષાર્થ શ્રીમદ્ ભાગવત્ મોક્ષ ગાથા અને મનોરથ ચિરાગભાઈ રાજાણી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા યોજવામાં આવેલ જેમા શ્રીમદ્ ભાગવત્ મોક્ષ ગાથા ના વક્તા શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ પંડ્યા વ્યાસાસને બીરાજી પોતાની આગવી સંગીતમય શૈલી સાથે ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવેલ હતું
તેમજ રાજાણી પરિવારના ગૌ.વા જ્યોત્સનાબેન રાજાણી ના સ્મરણાર્થે માળા પહેરામણી લોટી ઉત્સવ તા ૧૨/૫ ના રોજ શ્રી ઠાકોરજીને મુઠ્ઠી સામગ્રી આરોગવા નો મનોરથ આપશ્રી પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેક કુમાર મહોદય ના સાનિધ્યમાં યોજવામાં આવેલ હતો
આ ધાર્મિક મનોરથ કાર્યક્રમ માં આપશ્રી ના સામૈયા,કીર્તન,વધાઈ માળા પહેરામણી આપશ્રી ના વચનામૃત લોટી ઉત્સવ સહીત ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતા
કથા પ્રારંભ થી પૂર્ણાહુતિ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા ત્યારે મેંદરડા શહેર અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ના લોકો પુણ્યનું ભાથું બાંધવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથા શ્રવણ કરેલ અને કથા બાદ રોજેરોજ ઉપસ્થિત લોકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા






