જૂનાગઢમાં રાજ્યના વડા ડીજીપી વિકાસ સહાય સાહેબ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન સોમનાથ જૂનાગઢમાં દરિયા કિનારા ઉપર સિક્યુરી માટે કૉસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષા ઉભી કરવામાં આવી છે
જૂનાગઢમાં માનનીય ડી.જી.પી શ્રી વિકાસ સહાય સાહેબ નાઓ દ્વારા જૂનાગઢ રેન્જ ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ નું આયોજન કરેલ જેમાં રાજ્યના એડીજી કક્ષા ના અધિકારી શ્રી, તમામ સીપી શ્રી તથા રેન્જ આઈ જી પી શ્રી નાઓ હાજર રહેલ, ત્યાર બાદ ડીજીપી સર દ્વારા પ્રેસ બ્રીફ કરવામાં આવેલ જે નીચે મુજબ છે
– વ્યાજવટાવ ના ગુન્હાઓ વધારે દાખલ કરી તેવા ગુનેગારો પર કાર્યવાહી કરી,
– ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થી લોકો ને પોતા નો મુદ્દામાલ પરત મળે તેવા કાર્યક્રમો કરી ને લોકો ને પોતાનો સામાન પાછો આપવામાં આવ્યો,
– ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પ્રોગ્રામ થી લોકો સાથે પોલીસ સંવાદ કરી ને તેના સ્થાનિક પ્રશ્નો નો ઉકેલ લાવવા માટે ની કાર્યવાહી કરવામાં આવે છે.
– 100 કલાક ના સમય ગાળા માં લીસ્ટ તૈયાર કરી ગુનેગારો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ગુનેગારો ની સરકારી જમીન પર બનાવેલ બાંધકામ નું Demolition કરવામાં આવ્યું.
– આઈ પ્રગતિ નામનું પોર્ટલ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તેનાથી ફરિયાદી ને તેની ફરિયાદ ના તમામ સ્ટેજ ની માહિતી મેસેજ દ્વારા મળી શકે છે આ પોર્ટલ થી સામાન્ય લોકો ને પોતાની ફરિયાદ બાબતે તમામ માહિતી મળી રહેશે.
– પ્રશ્ન- ડિજિટલ અરેસ્ત બાબતે
જવાબ- સાઈબર ક્રાઇમ થી તેને ઘટાડવાનો તેમજ પકડવા ની કામગીરી કરવામાં આવે છે.
પ્રશ્ન- કોસ્તલ સિકયુરિટી માટે જૂનાગઢ અને સોમનાથ માટે સુ વ્યવસ્થા છે
ડી.જી સર જવાબ- ફિશેરમેન વોચ ગ્રુપ થી માછીમારો ને જાણકારી આપીએ, પોલીસ બોટ પેટ્રોલિંગ કરે છે, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવે છે, કોસટગાર્ડ દ્વારા સુરક્ષા કરવામાં આવે છે.
રિપોર્ટર મહેશ કથિરીયા


