રાજકોટ માદક પદાર્થ હેરોઇન ના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર તા.૨૧/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા તથા એન.વી.હરીયાણી ની રાહબરી હેઠળ તા.૨૦/૫/૨૦૨૫ ના રોજ SOG શાખાના હરદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ગોહીલ તથા અનોપસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર જંકશન પ્લોટ ગાયકવાડી શેરીનં-૪ ના ખુણે વોકળા પાસે અયાન મંઝિલ મકાન બહાર જાહેરમા માદક પદાર્થ હેરોઇન ના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી પ્ર.નગર પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે. માદક પદાર્થ હેરોઇન ૭૩.૫૨૦ ગ્રામ કિ.૩,૯૯,૯૦૦ કુલ કિ.રૂ.૩,૬૭,૬૦૦ નો મુદ્દામાલ. શાહરૂખ ઉર્ફે ડોનુ અમીનભાઇ વિકયાણી ઉ.૩૦ રહે.અયાન મંઝીલ ગાયકવાડી શેરીનં-૪ ના ખુણે વોકળા પાસે જંકશન પ્લોટ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


