Entertainment

‘સ્પિરિટ’ સાઈન કર્યા પછી 2 કરોડની સ્પોર્ટસ કાર છોડાવી, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ સતત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. ‘ધડક 2’ માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે તેનું નામ જાહેર થયાના થોડા સમય પછી, એક્ટ્રેસને બીજી ફિલ્મની ઓફર મળી છે.

સંદીપ રેડ્ડી વાંગાએ તેની ફિલ્મ ‘સ્પિરિટ’માં એક્ટ્રેસને સાઇન કરી છે. ફિલ્મ સાઈન કર્યા બાદ જ એક્ટ્રેસે નવી બ્લુ પોર્શ લીધી છે, જેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. તૃપ્તિએ અગાઉ વાંગા સાથે તેની ફિલ્મ ‘એનિમલ’ માં કામ કર્યું હતું, 2023 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતો.

2 કરોડ રૂપિયાની મોંઘી સ્પોર્ટ્સ કાર ખરીદી તૃપ્તિ ડિમરીએ પોર્શ 911 કેરેરા ટીની ખરીદી છે, તેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. બ્લુ કલરની સ્પોર્ટ્સ કાર તૃપ્તિની જેમ જ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. તેનું ઈન્ટીરિયર રેડ એન્ડ બ્લેક કલરમાં છે. તાજેતરમાં, એક્ટ્રેસ મુંબઈના રસ્તાઓ પર આ કાર સાથે જોવા મળી હતી.

અગાઉ તૃપ્તિ પાસે રેન્જ રોવર સ્પોર્ટ SUV હતી, જે તેણે ફિલ્મ ‘એનિમલ’ની સફળતા પછી ખરીદી હતી અને તે એક સેકન્ડ હેન્ડ કાર હતી. ‘લૈલા મજનૂટ’ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર તૃપ્તિ ડિમરીની પહેલી કાર રેનો ડસ્ટર હતી.