Entertainment

હુમા કુરેશીએ બીએસએફ જવાનો સાથે મુલાકાત કરી; એક્ટ્રેસે લોકોને કહ્યું- ‘ડરને જમ્મુ-કાશ્મીરની ઓળખ ન બનવા દો’

જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે બીએસએફ સાથે મળીને જમ્મુમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સુચેતગઢના ઓક્ટ્રોઈ જનરલ એરિયામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એક્ટ્રેસ હુમા કુરેશીએ ભાગ લીધો હતો. કુરેશીએ ભારતીય સેના અને બીએસએફ જવાનોને સલામ કરતાં કહ્યું કે, “તમે છો તો અમે સુરક્ષિત છીએ, અમે ભાગ્યશાળી છીએ.”

કાર્યક્રમમાં પહોંચેલી હુમા કુરેશીએ સિઝફાયર ભંગ, સરહદ પારથી ગોળીબારથી અસરગ્રસ્ત પરિવારો અને બીએસએફ તેમજ ભારતીય સેનાના જવાનો સાથે વાતચીત કરી. હુમા કુરેશીએ જણાવ્યું, “હું અહીં આપણા બીએસએફ જવાનો, આપણા સૈન્ય કર્મચારીઓ અને ખાસ કરીને આપણી મહિલા સૈનિકોનું મનોબળ વધારવા આવી હતી.

તમે બધાએ મને એટલો પ્રેમ આપ્યો કે હું ખૂબ પ્રભાવિત થઈ. ફરી એકવાર મને અહેસાસ થયો કે અમે કેટલા ભાગ્યશાળી છીએ કે તમે આપણી સરહદોની રક્ષા કરી રહ્યા છો અને અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છો.”