ભાયાવદર નજીક આવેલ ઢાંક ગામેથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.સૂત્રમાંથી મળેલ માહિતી મુજબ કે રેન્જ આઈજી અને એસપી હિમકરસિંહ સાહેબની કડક સૂચના પ્રમાણે એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી. ગોહિલ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જવાનો જેમાં રાજુભાઈ સાંભડા, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, હરેશભાઈ પરમાર, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઈ જોશી, મિરલભાઈ ચંદ્રવાડીયા અને અનિલભાઈ બડકોદીયા ને સયુંક્ત એવી હકકિત મળી હતી કે ભાયાવદર પોલીસ સ્ટેશન નીચે આવતા ઢાંક ગામનો કેતન રામભાઈ લુણશિયા નામના શખ્સે કોબા સિમ વિસ્તારની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે ઉતારેલ છે.
તેથી LCB પોલીસે તે સ્થાનિક જગ્યા પર પોચીને દરોડો પાડ્યો હતો તે દરમ્યાન આરોપી નાસી છૂટવામાં સફળ બનીને રફુચક્કર થઈ ગયો હતો ત્યારે પોલીસે ઓરડી ખોલીને તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 996 બોટલ નો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો અને આ વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂપિયા 5.95 લાખ આંકવામાં આવી હતી.

