ઈઝરાયલે છેલ્લા ૩ મહિનાથી ગાઝાને કોઈપણ માનવતાવાદી સહાય પર પ્રતિબંધ મૂક્યો છે
સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકોની મદદ કરવા માટે જઈ રહી છે. આ જહાજનું નામ મેડલીન છે, જે માનવાધિકાર સંગઠન ફ્રીડમ ફ્લોટિલા કોએલિશન (હ્લહ્લઝ્ર) સાથે સંકળાયેલું છે. આ જહાજનું નામ મેડલીન ગાઝાની પ્રથમ અને એકમાત્ર ફિશરવુમનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ જહાજ પહેલી જૂને ઈટાલીના સિસિલી બંદરથી નીકળ્યું હતું અને જાે ઈઝરાયલી નૌકાદળ કોઈ અવરોધ ઊભો ન કરે તો તે ૨૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને આજે (સાતમી જૂન) સુધીમાં ગાઝા પહોંચી શકે છે. નોંધનીય છે કે, ગ્રેટા થનબર્ગ ગાઝાના લોકો માટે દવા, અનાજ, બાળકો માટે દૂધ, ડાયપર અને શુદ્ધ પાણી લઈ રહી છે.
ઈઝરાયલની ધમકી બાદ પેલેસ્ટિનિયન મૂળની અમેરિકન નેતા રશીદા તાલિબે ટ્રમ્પ વહીવટીતંત્રને પત્ર લખીને અમેરિકાના વિદેશ મંત્રાયલને મેડેલીન જહાજને સુરક્ષિત માર્ગ પૂરો પાડવાની માંગ કરી હતી. રશીદા તાલિબે પત્રમાં લખ્યું કે, ‘ઈઝરાયલ મેડેલીન જહાજ પર હુમલો કરી શકે છે અથવા તેને રોકી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હશે.‘ તેણે આ ઉપરાંત ઇઝરાયલી સરકારને ગાઝા પરની નાકાબંધી હટાવવા અને પેલેસ્ટિનિયનોની ભૂખમરો સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ફ્રીડમ ફ્લોટિલા ઓર્ગેનાઇઝેશન (હ્લહ્લઝ્ર)એ પણ બ્રિટન પાસેથી સુરક્ષાની માંગણી કરી છે. આ યાત્રા હ્લહ્લઝ્ર નામની એ જ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેણે અગાઉ પણ ગાઝાને મદદ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે.
ઈઝરાયલની સરકાર દ્વારા છેલ્લા ૩ મહિનાથી ગાઝાને કોઈપણ માનવતાવાદી સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન ગાઝાના લોકો માટે રાહત સામગ્રી લઈને જતી સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ આજે ગાઝા પહોંચી શકે છે. તે ‘મેડલીન‘ નામના જહાજમાં છે, જેમાં તેની સાથે ૧૧ વધુ લોકો છે. ત્યારે ઈઝરાયલી સરકારે કહ્યું છે કે, ‘મેડલીન જહાજને ગાઝામાં પ્રવેશવા દેશે નહીં અને જહાજ હાજર લોકોની ધરપકડ પણ કરી શકશે.‘ આ ધમકી બાદ જહાજ પર હાજર લોકોએ અમેરિકા અને બ્રિટન પાસે મદદ માંગી છે.