Gujarat

સાવરકુંડલા શહેરમાં કર્મચારી સોસાયટી કોલેજરોડનાં અંજટા આઇસ્ક્રીમનાં બરોબર કોર્નર પર આવેલાં નમેલાં વીજપોલને વીજ નિષ્ણાંતની સલાહ લઈ યોગ્ય કરવા માંગ ઉઠી છે. આ વીજપોલ આમ નમેલાં કેમ છે?? લોકોમાં કૂતુહલવશ ચર્ચાતો મુદ્દો..!!

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આ તે કેવી વિટંબણા છે..!! સાવરકુંડલા શહેરમાં આવેલ કોલેજ રોડ સ્થિત અહીં કર્મચારી સોસાયટીનાં અંજટા આઈસ્ક્રીમનાં વળાંક પાસે આમ તો ડો. પટેલ સાહેબના ઘર પાસે બરોબર કોર્નર પાસે જ એક લોખંડનો ઊભો વીજળીનો થાંભલો થોડો નમેલો જોવા મળે છે તેવી જ રીતે થોડા આગળ સ્વ. પ્રફુલભાઈનાં ઘર પાસે બરોબર કોર્નર પાસે એક સિમેન્ટનો ઊભો વીજપોલ પણ થોડો નમેલો જોવા મળે છે. આમ તો હવે અવારનવાર કમોસમી વરસાદ અને વાવાઝોડાનાં આગમન સમયે આ બંને થાંભલાઓ કોઈ દુર્ઘટના સર્જે તો મોટી મુસીબત ઊભી થાય તેવી સ્થિતિમાં પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે.
તંત્ર દ્વારા આ બાબતે આ બંને થોડાક નમેલાં વીજપોલને સીધી લીટીમાં સમાંતર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.. જો કે આ વીજ લાઈન સંદર્ભે કોઈ ટેકનીકલ નિષ્ણાંતોની સલાહ મુજબ યોગ્ય કરવાની માંગ ઊઠી છે. આ બંને વીજપોલથી કોઈ આકસ્મિક દુર્ઘટના ન સર્જાય તે પહેલા આ સંદર્ભે યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

IMG-20211213-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *