રાણપુર તાલુકામાં બી.આર.સી.કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતાં આર.એસ.રાઠોડ દ્વારા જાન્યુઆરી 2021 માં યોજાયેલા પ્રથમ નેશનલ ટોય ફેર માં SOUNDING CANISTER ( તડબડિયાગાડી ) કૃતિ રજુ થયેલ. જે કૃતિ તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા , રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામેલ. NCERT દ્વારા આગામી તારીખ 21,22 -01- 2022 એમ બે દિવસ INTERNATIONAL WEBINAR ON TOYS AND GAME TO PLAY MAKE AND LEARN માટે ગુજરાત રાજ્યમાંથી 23 શિક્ષકોની પસંદગી કરેલ છે.જેમાં બોટાદ જિલ્લા માથી રાણપુર તાલુકાના બી.આર.સી.કો આર.એસ.રાઠોડની પસંદગી થતાં આગામી સમયમાં NCERT દ્વારા આયોજિત INTERNATIONAL WEBINAR માં જોડાશે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર


