Gujarat

લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું આહીર સમાજ સંગઠનો દ્વારા સુરતમાં સન્માન

ખૂબ મોટી સંખ્યામાં આહીર સમાજ વડીલો અને યુવાનો હાજર રહ્યા

આશરો તો આહીરનો, હું પણ આહીર આશરે ગયો હતો..મારી જીતમાં આહીર સમાજના મતનો અહમ રોલ છે… ગોપાલ ઇટાલિયા

મારા દ્વારા ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો હું વિનમ્રભાવ સાથે માફી માંગુ છું , ગોપાલ ઇટાલિયા

ગત રોજ સુરત મુકામે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની મુલાકાત દરમ્યાન સમગ્ર સુરતમાં ઠેર ઠેર હર્ષ ઉલ્લાસ સાથે વિજય શોભા યાત્રા, સભાઓ દ્વારા વિજય ઉત્સવ ઉજવાયો હતો સાથે આમ આદમી પાર્ટીના નેતા અને આહીર અગ્રણી મથુર બળદાણીયા ની આગેવાનીમાં કરંજ મગોબ વિસ્તારમાં આહીર સમાજ સંગઠનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સન્માન એક નવા જોશ સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ નેતા મહામંત્રી રાકેશ હીરપરા, વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા, રજની વાઘાણી, તુલસી લાલૈયા, હિઁમત નારોલા, બાલુભાઈ કાતરિયા , દિલુ આહીર, કિશોર કટારીયા , પ્રવીણ કાતરિયા સહિત સુરતના આપ કોર્પોરેટરો સહિત બહોળી સંખ્યામાં આહીર સમાજના જાગૃત સંગઠનો,જાગૃત નાગરિકો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે તૈયાર થયા હતા..

આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા એ સામાજિક અને રાજકીય જાગૃતિ અંગે વિસ્તારથી વાતો કરી ભાજપની તાનાશાહી શાસન નો અંત લાવવા સહયોગ આપવા હાંકલ કરી સાથે જણાવ્યું કે આશરો તો આહીર નો હું પણ આહિરના આશરે ગયો તો મને પણ ફળ્યો છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીતમાં આહીર સમાજના આગેવાનો,યુવાનો ધારાસભ્ય હેમંત ખવા, યુવા નેતા પ્રવીણ રામ, પ્રદેશ નેતા મથુર બળદાણીયા, જેવલ વસરા સહિત આહીર સમાજે ખૂબ મદદ કરી હતી…

તેમજ આહીર સમાજ અને ઓબીસી સમાજના લોકો પોતાના અવાજને બુલંદ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતમાં નવી ક્રાંતિ લાવવા અને ભ્રષ્ટાચારી ભાજપને શબક શીખવાડવા આગળ આવે તેવી હાંકલ મથુર બળદાનીયા એ કરી હતી..