Gujarat

સોમવારે સાંજે અને મંગળવારે સવારે પકડાયેલી દારૂ ની કાર મા કોઈજ આરોપીઓ પોલીસને મળ્યા નથી. જય ભવાની હવે ભગવાન જાણે છે આરોપી કોણ છે

@@ ગણતરીના કલાકમાં બે દારૂ નો જથ્થો ભરેલી ગાડીઓ બોર્ડર પાર કરી આવી ક્યાંથી..?? @@
@@ બોર્ડર ઉપર કીડી પકડાઈ જાય છે અને હાથી ના હાથી બોર્ડર પાર કરી જાય છે @@
જગવિખ્યાત અંબાજી શક્તિ ભક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે ગુજરાતનું અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે ત્યારે આ ગામમાં દેશભરમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ ધામમાં બે નંબરની પ્રવૃત્તિઓમાં ભારે વધારો થવા પામ્યો છે. અંબાજી નજીક ડાબી તરફ અને જમણી તરફ રાજસ્થાન બોર્ડર આવેલી હોવાથી આ બોર્ડર ઉપર થી દારૂ ભરેલી ગાડીઓ મોટી સંખ્યામાં પસાર થાય છે અને આવી ગાડીઓ ચોક્કસ કોડ દ્વારા પસાર થાય છે. છાપરી પોલીસ અને જાંબુડી પોલીસ ચોકી પર એક બે બોટલ લઇ જતાં વાહનચાલકો પર કેસ કરવામાં આવે છે ,પરંતુ મોટા મોટા હાથી બોર્ડર પાર કરીને ગુજરાતમાં દારૂ લઇને પ્રવેશે તે અંબાજી પોલીસને દેખાતું નથી. સોમવારે સાંજે 8 વાગે અને મંગળવારે સવારે 7 વાગે દારૂ ભરેલી ગાડી અંબાજી શક્તિપીઠ માં આવતા પોલીસના લીરેલીરા ઉડયા હતા.
@@ બોડર ઉપર લાગેલા કૅમેરા શોભાના ગાંઠિયા સમાન ડુપ્લીકેટ નંબર પ્લેટ થી દારૂ નો જથ્થો ભરેલી ગાડી પસાર થાય છે @@
અંબાજી આસપાસ બંને તરફ રાજસ્થાન બોર્ડર આવેલી હોવાથી અંબાજી પોલીસ જાંબુડી અને છાપરી ચોકી પર માત્ર નામ પૂરતી કામગીરી કરે છે. લોકોમાં ચાલતી ચર્ચા મુજબ રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘણી લાઈનો વાળી ગાડીઓ ચાલી રહી છે આ ગાડીઓ વાળા નું લીસ્ટ એક દિવસ અગાઉ વહીવટ કર્તાઓ ને મળી જાય છે અને તે ગાડીઓને ચેક કરવામાં આવતી નથી.
અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ અંબાજી ખાતે છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ માં પણ ભારે વધારો થયો છે અને દારૂની મોટી ગાડીઓમા પણ વધારો જોવા મળી રહ્યો છે.
@@ આરોપીઓ ફરાર બંને કાર મારુતીની @@
@@ ગાડી એક નંબર પ્લેટ બે જૉવા મળી @@
રાત્રે થયેલા અકસ્માતે સૌની પોલ ખોલી નાખી હતી અને આ કાર મા બે નંબર પ્લેટ જોવા મળી હતી . ચાલતી ચર્ચા મુજબ આ ગાડી લાઇન વાળી ગાડી હતી અને આખી ગાડી દારૂ થી ભરેલી હતી તો આટલો દારૂ આવ્યો ક્યાંથી ?
પોલીસ ને ગરીબ માણસો અને માસ્ક વગરના લોકો દેખાય છે પણ આવી દારૂ ભરેલી ગાડીઓ દેખાતી નથી !
@@ યાત્રાધામ અંબાજી માં શું અમુક લોકો દારૂનોસપ્લાય કરી રહ્યા છે ? @@
 રાત્રે થયેલા અકસ્માતે પોલીસ અને દારૂ ડિલિવરી કરતા લોકોની પોલ ખોલી નાખી હતી અને હાલમાં અંબાજી ખાતે આવા તત્વો સક્રિય થઇ ગયા છે અને સ્કૂટર અને કારમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે . કાર મા ઘાયલ થયેલા લોકો હૉસ્પિટલ પહોચ્યા નથી તો ગયા ક્યાં..??
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211214-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *