Gujarat

ચક્કુલથામ્મા: એક વનવાસી સ્ત્રીની ભક્તિથી પ્રગટ થયેલી માતૃશક્તિની ચમત્કારીક કથા

ચક્કુલથામ્મા: એક વનવાસી સ્ત્રીની ભક્તિથી પ્રગટ થયેલી માતૃશક્તિની ચમત્કારીક કથા

✍️ લેખ:

ભારતની પવિત્ર ધરતી પર દેવીના અનેક રૂપોની પૂજા થાય છે, પરંતુ કેટલાક રૂપ એવા છે જેની કથા સીધા સાદા માણસની ભક્તિ સાથે જોડાયેલી છે. તેવી જ એક દિવ્ય શક્તિ છે – માતા ચક્કુલથમ્મા, જેમનો મુખ્ય મંદિર કેરળના અલાપ્પુઝા જિલ્લાના નીરત્તુપુરમ ગામે આવેલ છે. આજ મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા, શક્તિ અને માતાના કરુણાસાગર રૂપનું પ્રતિક બની ચૂક્યું છે.

આ મંદિરને ઘણી વખત “મહિલાઓનું શબરીમલા” પણ કહેવાય છે, કારણ કે અહીં દર વર્ષે “ચક્કુલથુકાવુ પોંગાલા મહોત્સવ” દરમિયાન હજારો મહિલાઓ ભેગી થાય છે અને માતાની આરાધના કરે છે.

🌺 પૌરાણિક કથા – અને જંગલથી મંદિર સુધીનો પ્રવાસ

પુરાણો અનુસાર, શુમ્ભ અને નિશુમ્ભ નામના અસુરોએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું. પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને કહેલું કે તેમને ફક્ત એક સ્ત્રી મારી શકે. – અને એ જ હતું તેમનું વરદાન.

આ વરદાન મળ્યા પછી તેઓ અજેય બની ગયા અને ત્રણેય લોકોએ વિજય પ્રાપ્ત કર્યો. દેવતાઓ હાર ખાઈને વનમાં છુપાઈ ગયા. દેવર્ષિ નારદે તેમને માતા પાર્વતીની આરાધના કરવાની સલાહ આપી.

માતા પાર્વતી પ્રસન્ન થઈને પોતાનું ભયંકર રૂપ – દુર્ગા માતા રૂપે અવતરી અને શુમ્ભ-નિશુમ્ભનો નાશ કર્યો.

મહાન માન્યતા મુજબ, ચક્કુલથુકાવુમાં વસતી દેવી એ જ શક્તિનું પ્રતિક છે.

ચરિત્ર મુજબ, ઘણા વર્ષો પહેલા કેરળના ઘણા જંગલોમાં એક ભક્તિમાં લીન આદિવાસી સ્ત્રી રહેતી હતી. તે સમયે કોઈ મોટું મંદિર ન હતું, તે એક નાની દુર્ગા મૂર્તિની આરાધના કરતી. તેની ભક્તિ એટલી ખરી અને નિમિર્ણયકારી હતી કે માતા શક્તિ પોતે પ્રગટ થઈ એને દર્શન આપ્યા.

માતાએ માત્ર તે સ્ત્રીને આશીર્વાદ આપ્યા નહિ, પરંતુ એ સ્થાને પોતાનું નિવાસ સ્થિર કર્યું – જે આજે ચક્કુલથુકાવુ મંદિર તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંભૂ છે અને આજે પણ ત્યાં દિવ્ય શક્તિ જીવંત છે.

🔱 માતા ચક્કુલથમ્મા કોણ છે?

માતા ચક્કુલથમ્માને દુર્ગા માતાનું ઉગ્ર અને કરુણામયી રૂપ માનવામાં આવે છે. તેઓ સ્ત્રી શક્તિનું પ્રતિક છે – જે સંકટમાં રક્ષિકા બની ઊભી રહે છે, અન્યાય સામે શસ્ત્ર ઉપાડે છે અને પોતાના ભક્તોને પ્રેમપૂર્વક આશીર્વાદ આપે છે.

🔥 વિશેષ પર્વ – પોંગાલા

દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર માસમાં ઉજવાતો પોંગાલા મહોત્સવ આ મંદિરનો સૌથી મોટો તહેવાર છે. તેમાં ૨૦ લાખથી વધુ મહિલાઓ માટીના વાસણોમાં ખીર (પોંગાલા) બનાવે છે અને માતાને અર્પણ કરે છે. આ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી, પણ સ્ત્રી શક્તિનું જીવંત પ્રતિક છે.

🌍 અન્ય મંદિર અને વિશ્વવ્યાપી શ્રદ્ધા

હવે માતા ચક્કુલથમ્માની આરાધના માત્ર કેરળ સુધી સીમિત રહી નથી. બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ તેમજ વિદેશમાં પણ તેમના મંદિરો તથા પવિત્ર સ્થળો ઉભા થયા છે, જ્યાં દરેક શુક્રવારે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે.

🙏 આસ્થા નો સંદેશ

માતા ચક્કુલથમ્માની કથા આપણે શીખવે છે કે ભક્તિને સ્થાન કે સાધન જોઈતું નથી. જ્યારે ભક્તિ ખરી હોય છે, ત્યારે દિવ્યત પોતે જ પ્રગટ થાય છે.

📜 લેખક: બિજલ જગડ
મુંબઈ ઘાટકોપર

9426555756

IMG-20250724-WA0113.jpg