Gujarat

રાજકોટ ચોરાઉ મોટરસાયકલ સાથે એક આરોપીને પકડી કલાકોમા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ ચોરાઉ મોટરસાયકલ સાથે એક આરોપીને પકડી કલાકોમા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના અજયભાઇ વીકમા તથા ભાવેશભાઇ ગઢવી નાઓને સંયુકત રીતે બાતમી આધારે, માયાણીનગરમાં આવેલ આર્ય સમાજની વાડી પાસે એક ઇસમ મોટરસાયકલ નં.GJ-03-MD-8708 લઇને ઉભેલ હોય છે તે તેણે ચોરી કરીને મેળવેલ છે જે બાતમી આધારે હકિકત વાળી જગ્યાએથી નીચે જણાવેલ ઇસમ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ મળી આવતા જે બાબતે પુછપરછ કરતા પોતે ફર્યું ફર્યું બોલતો હોય અને તેની પાસે રહેલ મોટરસાયકલના કોઇ વેલીડ કાગળો રજુ કરેલ ન હોય જેથી મોટરસાયકલના એન્જીન/ચેસીસ નંબર ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ચાલતી પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતા તે અન્ય વ્યક્તિના નામે રજીસ્ટ્રેશન થયેલ હોય જે બાબતે ખરાઇ કરતા મજકુર ઇસમ પાસેથી મળી આવેલ મોટરસાયકલ ગઇ તા.૨/૭/૨૦૨૫ ના બપોરના સમયગાળા દરમ્યાન ગોકુલધામ મે.રોડ વિજય હોટલથી આગળ શુલભ શોચાલય પાસે ચોરી થયેલ હોય જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો રજી થયેલ હોય જેથી આરોપી પાસેથી મોટરસાયકલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. શંભુભાઇ બંગાલીભાઇ શાહ, ઉ-૫૧ રહે.માયાણીનગર આવાસ યોજના કર્વાટર બ્લોક નં.૧૬ કર્વાટર નં.૨૫૨૬ ચંદ્રેશનગર મે.રોડ રાજકોટ. હોન્ડા SP સાઇન-125 મોટરસાયકલ રજી.નં.GJ-03-MD-8708 જેના કી.રૂ.૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250726-WA0121.jpg