Gujarat

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૨૮/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG/P.I એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ તા.૨૮/૭/૨૦૨૫ ના રોજ SOG શાખાના ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા હાર્દિકસિંહ પરમાર નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર રેલનગર ૮૦ ફુટ મેઇન રોડ ગુલમહોર પ્લાઝા શોપ નં.૧૦૬ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. (1) રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદભાઇ ગોહેલ ઉ.૩૪ રહે.આનંદ નગર બ્લોક નં.૭ ક્વાર્ટર નં.૮૭ કોઠારીયા મેઇન રોડ રાજકોટ (2) હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા ઉ.૩૨ રહે.સફર એપાર્ટમેન્ટ બી-વિંગ બ્લોક નં.૫૦૬ સનરાઇઝ સ્કુલની સામે રેલનગર રાજકોટ. માદક પદાર્થ મેફેડ્રોન ૩૦૩.૯૩ ગ્રામ કિ.૩૦,૩૯,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250728-WA0121.jpg