ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની 151 નવી બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેમાંથી જામનગર એસ ટી ડિવિઝનને 7 બસોની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી જામનગર જિલ્લાના મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા પ્રાપ્ત થશે. જામનગર વિભાગને 7 નવી બસ મળી છે.
આ બસમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. લાંબા રૂટ પર અવરજવર કરતા મુસાફરોને પણ આનાથી ઘણો ફાયદો થશે. જામનગરથી સંજેલી 3.45 વાગ્યે 2 વાહન, જામનગરથી બારિયા માટે 6 વાગ્યે 2 વાહન, જામનગરથી નારાયણ સરોવર માટે 11.30ના 2 વાહન, જામનગરથી અમદાવાદ માટે 1 વાહન ફાળવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જામનગર મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયાબેન ગરચળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, પુર્વ શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા અન્ય હોદેદારો સહિત એસ.ટી. નિગમના વિભાગીય નિયામક બી.સી. જાડેજા, મિકેનિકલ એન્જિનિયર એસ.કે. કલોલ, ટ્રાફિક ઓફિસર જે. વી. ઈશરાણી, ડેપો મેનેજર એન. બી. વરમોરા સહિતના સ્ટાફગણ હાજર રહ્યા હતાં.

