Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસની મદદથી ચોરાઉ વાહન સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસની મદદથી ચોરાઉ વાહન સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી પાડવા P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કલ્પેશભાઇ બોરીયા તથા કનુભાઈ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા ધર્મેશભાઈ ખોડેખા નાઓની સંયુક્ત હકીકત આધારે શાસ્ત્રી મેદાન નજીક આવેલ જાહેર શૌચાલય પાસેથી એક ઇસમને એક ઇટરનો મોટરસાઇકલ સાથે પકડી પાસે રહેલ વાહન મોટરસાઇકલના વેલીડ કાગળો માંગતા ન હોવાનું જણાવેલ અને ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઇટરનો મોટરસાઇકલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસેથી ચોરી ચોરી કરેલ હોવાનું જણાવેલ તથા ઇસમની ઉંડાણ પુર્વક યુક્તિ પ્રયુક્તિની પુછપરછ કરતા ઇસમે આજથી આશરે ૮ દિવસ પહેલા વહેલી સવારના સમયે ૬ વાગ્યે ખોખળદળ નદીના પુલ પાસે મધુરમ ઇન્ડસ્ટ્રીઝ બંધ શેરી માથી પાર્કીંગમાં પડેલ એક ઇટરનો મોટરસાયકલ ચોરી કરેલ અને નંબર પ્લેટ કાઢી નાખેલ તથા આજથી આશરે ૧૦ દિવસ પહેલા વહેલી સવારના પ વાગ્યે રાજનગર ચોક પાસેથી પાર્કીંગમાં પડેલ એક સપ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરેલ હતુ અને આમ બન્ને વાહનો પોતાના ઘર પાસે રાખેલ હોવાની કબુલાત આપતો હોય જેથી તે બન્ને મોટરસાયકલ કબ્જે કરેલ કિ.૫૫,૦૦૦ નો મુદ્દામાલ આમ ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ B.N.S.S-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે શકપડતી મિલ્કત ગણી કબ્જે કરી તેમજ ઇસમને B.N.S.S-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(ઇ) મુજબ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મકબુલ ઉર્ફે મકસુદ હારૂનભાઈ હેરન્જા જાતે-મુસ્લીમ ઉ.૩૦ રહે.જંગ્લેશ્વર શેરી.૨૨ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250803-WA0054.jpg