Gujarat

કોવિડ-૧૯થી મૃત્યુ પામનારના વારસદારને રૂા.૫૦,૦૦૦ની અપાતી સહાય ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળે તે માટે ફ્રેન્ડલી ઓનલાઇન પોર્ટલ શરૂ કરાયું અહેવાલ સોની યોગેશ ભાઈ .પી. સતીકુંવર દ્વારા 

કોરોના વાયરસથી મૃત્યુ પામનારના વારસદાર સહાય માટે  ઓનલાઈન અરજી કરી શકાશે : કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અરજી 

ગીર સોમનાથ, તા.૧૪ કોરોના મહામારીમાં કોરોના વાયરસથી સંક્રમિત મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂા.૫૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જેમાં ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળે તે માટે ફ્રેન્ડલી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ સહાય મેળવવા માટેwww.iora.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા કલેક્ટર કચેરી તેમજ સબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ પણ અરજી કરી શકાશે.

          મૃતકના વારસદારને જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના  માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઝડપભેર કાર્યવાહી કરી રૂ. ૫૦ હજારની સહાય વારસદારના ખાતામાં સીધી જમા કરવામાં આવી રહી છે. 

          રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલના વારસદારને ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર રૂા.૫૦,૦૦૦ની સહાય(Ex-gratia assistance) આપવાનું ઠરાવેલ છે. જે અન્વયે આવા કોવિડ-૧૯થી મૃતકના વારસદારને ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઇલ ફ્રેન્ડલી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં www.iora .gujarat.gov.inપોર્ટલના હોમપેજ ઉપર CovidV19 Ex-gratia payment  ઉપર ક્લિક કરવાથી આ મુજબનીwww.iora.gujarat.gov.in/cov-19_login.aspx લિંક પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.

        આ પોર્ટલ ઉપર મોબાઇલ/કોમ્પ્યુટરથી OTP જનરેટ કરી RT-PCR, રેપીડ એન્ટીજન, મોલેક્યુલર ટેસ્ટ, કોવિડ-૧૯ની તબીબી સારવાર/નિદાનના આધારની નકલ, ફોર્મ-૪/ફોર્મ-૪-Aમાં કોઇ પણ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ, વારસદારોનું સોગંદનામુ અને સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક/ક્રોસ ચેકની નકલ અપલોડ કરવાના રહેશે.

          આ સિવાય સંબંધિત મામલતદાર કચેરી કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ(ઓફલાઇન) અરજી પહોંચાડીને પણ અરજી કરી શકાશે.

        મૃતકના વારસદારને જો અરજીના નિર્ણય સામે વાંધો કે ફરિયાદ હોય તો ગ્રીવન્સ રી-ડ્રેસલ સમિતિમાં ઓનલાઇનwww.iora.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા રૂબરૂ કલેક્ટર કચેરી ખાતે અરજી કરી શકશે.

       પોર્ટલ સંબંધિત ઓનલાઇન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા હેલ્પલાઇન નં.૧૦૭૭ અને સ્ટેટ કંટ્રોલરૂમ નં.૦૭૯-૨૩૨૫૧૯૦૦ ઉપર સંપર્ક કરી શકાશે.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *