Gujarat

જેતપુર ન્યાય મંદિર બહાર સવની ગામના આધેડે ઝેરી ટિકડા પી કર્યો  આપઘાતનો પ્રયાસ આધેડે ડોક્ટર સમક્ષ માર મારવામાં આવ્યો હોય જેના લીધે ટિકડા પીધાંનું રટણ.

જેતપુર ન્યાય મંદિરના ગેટ આગળ વેરાવળ તાલુકાના સવની ગામના આધેડે ઝેરી ટિકડા પી લેતા પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામના બજાણીયા કાંતિભાઈ વિરમભાઈ નામના આધેડે જેતપુર ન્યાય મંદિર ના ગેટ પાસે ઘઉંમાં નાખવામાં આવતા ઝેરી ટીકડાઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરાતા કોર્ટના ગેટ  બહાર લોકોના ટોળું ભેગું થયું હતું તેમજ આ ઘટનાની જાણ થતાં કોર્ટમાં રહેલા વકીલોએ ૧૦૮ ને જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આધેડને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર આપતા ડોક્ટરે આધેડને કયા કારણોસર દવા પીધાંનું પૂછતાં આધેડ બેભાન અવસ્થામાં ડોક્ટર સમક્ષ કોઈ વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવું જણાવ્યું હતું. વધુમાં આધેડની તબિયત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211215-170631_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *