મેંદરડા : સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રા નુ નગરજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
તાલુકા ભરના રાજકીય બિન રાજકીય આગેવાનો ગ્રામજનો દરેક સમાજ ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની યાત્રા નું ભવ્ય સ્વાગત મેંદરડા નગર માં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી જય સરદાર ના જય ધોસ સાથે શહેર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી પટેલ સમાજ ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી
લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ પૂર્વે ગોપાલ ભાઈ વસ્તાપરા (ચમાંરડીવાળા) દ્વારા આયોજિત સરદાર સન્માન યાત્રા તા 11 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર દરમ્યાન બારડોલી થી પવિત્ર સોમનાથ ધામ 12 દિવસ 1800 કી.મી. 355 ગામો મા યાત્રા ફરીને સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે
ત્યારે સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાથી પ્રેરિત આ યાત્રા,ધર્મ,જાતિ વર્ગ, ભાષા અને વિચારધારા સૌને એક સુત્રમાં બાંધવાનો પાવન પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આજે મેંદરડા ખાતે સવારે 10 વાગે આ ભવ્ય યાત્રા મેંદરડા શહેર ના મુખ્ય રાજમાર્ગો પર ફરેલ હતી આ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર ના સપનાને સાકાર કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
એકતા – અખંડતા – ગૌરવ સાથે મેંદરડા તાલુકા સહિત આજુ બાજુ ના તમામ ગામડા ના સર્વ સમાજ ના દેશપ્રેમી લોકો, ગ્રામજનો, રાજકીય,બિન રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ, પટેલ સમાજ ની વિવિધ સમિતિઓ સહિત ના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને સન્માન આપવામાં આવેલ હતું યાત્રા પટેલ સમાજ ખાતે પૂર્ણ થયા બાદ સોમનાથ ધામ તરફ યાત્રા આગળ પ્રસ્થાન કરવામાં આવી હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા






