Gujarat

ઊના તાલુકા માંથી કોરોનાની સહાય માટેના ૪૫૦ ફોર્મ ઉપડ્યા, ૨૨૭ ફોર્મ ભરાયા…

ઊના – કોરોના મહામારીના સમય દરમ્યાન બીજી લહેરે પગપેસારો કરેલ ત્યારે કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ પામ્યા છે. કોરોનાથી મોત નિપજેલ વ્યક્તિના પરીવારજનોને સરકાર દ્વારા રૂ.૫૦ હજારની સહાય આપવાનું નક્કી કરેલ હોય સહાયના ફોર્મ ભરવાના શરૂ થયેલ જેમાં ઉના મામલતદાર કચેરી ખાતેથી કોરોના મૃતકોના પરીવારો માંથી સહાય માટેના ૪૫૦ ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં ૨૨૭ ફોર્મ ભરાય ચુક્યા છે. આ સીવાયના હજુ કેટલા ફોર્મ જમા થવાના બાકી હોય  જોકે કોરોનામાં મૃતકોના પરીવારજનો ડોક્યુમેન્ટ એકત્ર કરી રહ્યા હોય ત્યાર બાદ કેટલા ફોર્મ રજુ થાય તે જોવાનું રહ્યું. હાલ કોરોનામાં મૃતકોની સંખ્યા વધુ હોય કોરોના દરમ્યાન પરીવારનોએ કોરોના દર્દીની સારવાર માટે વધુ ખર્ચ થયેલ હોય જેમાં અમુક પરીવારજનોની આર્થિક પરિસ્થિતી ખરાબ હોય તેવા પરીવારોએ સોનાના ઘરેણા વહેચી તેમજ ગીરવે મુકી હોસ્પીટલની ફી ચુકવેલ છે. આવી પરિસ્થિતી વચ્ચે કોરોનાના દર્દીની સારવાર કરવા છતાં અંતે જીવ ગુમાવી ચુક્યા હોવાના કિસ્સા જોવા મળેલ હાલ કેટલા પરીવારોએ ઉછીના નાણા લઇ સારવાર કરાવેલ જેવી અનેક મુશ્કેલીનો સામનો કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *