Gujarat

ઊના તાલુકામાં ૬ ગામના કેટલાક લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ પણ લેવા તૈયાર નથી. તો કેટલાક લોકોએ બીજો ડોઝ લીધો નથી છતાં બીજા ડોઝ લઇ લીધાના મેસેજ આવી ગયા… આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો…

ઊના ગીરરગઢડા તાલુકામાં કોરોનાની વેક્સીનની શરૂઆત જાન્યુઆરી ૨૦૨૧ થી થયેલ અને અત્યાર સુધીમાં ઉના તાલુકાના ૭૬ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વેક્સીન આપવાની કામગીરી ઝડપી ચાલતી હોવાના આરોગ્ય વિભાગના દાવા વચ્ચે ૨,૦૦,૫૮૫ લોકોને વેક્સીન આપવાનો ટાર્ગેટ લઇને ચાલતા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓએ આજ દિવસ સુધી પ્રથમ વેક્સીન ડોઝ ૧,૯૨,૬૫૪ વ્યક્તિઓને આપેલ છે. અને ૮૩૦૪ વ્યક્તિઓ બાકી હોવા અંગે લેખિત વિગતો જણાવેલ છે. અને બીજો ડોઝ ૧,૬૨,૫૬૪ વ્યક્તિઓને આપવામાં આવેલ છે. હજુ પણ ૩૦,૦૯૦ વ્યક્તિને બીજો ડોઝ આપવાનો બાકી હોવાનું જણાવેલ છે. આમ વેક્સીનની કામગીરી પ્રથમ ડોઝ ૯૬.૦૫ તેમજ બીજા ડોઝનું ૮૪.૩૮ ટકા થયેલ છે. તેમજ ગીરગઢડા તાલુકામાં પ્રથમ ડોઝ ૯૪૮૨૭ વ્યક્તિઓને ૧૦૧.૯૬ ટકા અને બીજો ડોઝ ૮૬,૬૯૫ વ્યક્તિને વેક્સીકરણ કરેલ આમ ૯૩.૨૨ ટકાની કામગીરી આમ ઉના અને ગીરગઢડા તાલુકામાં વેક્સીનેશન પૂર્ણતાના આરે હોવાનો આરોગ્ય વિભાગના રેકોર્ડ ઉપર જણાય છે.

આ કામગીરી પછી પણ ઉના તાલુકાના છ જેટલા ગામો એવા છેકે જેમાં અમુક વ્યક્તિઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવા તૈયારજ નથી. અને આરોગ્ય વિભાગના કર્મચારી વર્ગ વેક્સીન લેવા વારંવાર આગ્રહ કરતા  હોવા છતાં અને ઘરે ઘરે જવા છતાં વેક્સીન આપવા આવતા કર્મચારીને કાઢી મુકતા હોય  છે. અને તેના સાથે ખરાબ વર્તન કરતા હોવાનું જોવા મળે છે. જેના કારણે આરોગ્ય વિભાગ શો ટકા કામગીરીનો ટાર્ગેટ પુરો કરી શકેલ નથી. તો બીજી તરફ એવી પણ વિગતો બહાર આવી રહી છેકે કેટલાક પરીવારોએ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી બીજા ડોઝ માટેની તારીખો વિતી ગયા છતાં તેને બીજો ડોઝ આપેલ નથી. અને આવા અનેક વ્યક્તિના બીજો ડોઝ અપાય ગયેલ હોવાના મેસેજ પહોચી જતાં આવા લોકોએ આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. કે અમે બીજો ડોઝ લીધો નથી તેમ છતાં કંપલીટ સર્ટી બીજો ડોઝ લીધાના કેમ આવી ગયા. જેના કારણે અનેક સવાલોના ઘેરામાં આરોગ્ય વિભાગ આવી શકે છે. માત્ર મોબાઇલ નંબર આધારે આવા સર્ટી કોણે તૈયાર કર્યા અને ક્યા આધારે વેક્સીન લીધા વગર મેસેજ  ફોરવોર્ડ થયા તેની તપાસ થવી જોઇએ પ્રજાના આરોગ્ય સાથે આતો ખુલ્લે આમ ચેડા થતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

બોક્ષ્ – ઊના તાલુકાના ૬ ગામના અમુક વ્યક્તિઓ પ્રથમ ડોઝ લેવા પણ તૈયાર નથી….

ઊના તાલુકાના નવાબંદર, મેણ, ગુંદાણા, સૈયદ રાજપરા, કાળાપાણ, ગાંગડા જેવા ગામોમાં અમુક વ્યક્તિઓ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેવા પણ તૈયાર નથી. અને ઘરે જતાં કર્મચારીને અપમાનીત કરી કાઢી મુક્તા હોય જેના કારણે આરોગ્ય વિભાગ પણ મુશ્કેલી અનુભવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *