દેવભુમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે સરકારના લગત વિભાગ દ્વારા 1 સપ્ટેમ્બરથી વાહણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ કરી છે. જે અન્યાયકર્તા અને દેશના રાજ્યના અર્થતંત્રને નુકશાનકર્તા છે. હાલમાં ચોમાસાનું વેકેશન પુર્ણ થતાં અને મંજુરી મળતાં અનેક વહાણો માલ-સામાન ભરીને વિદેશમાં જવા માટે તૈયાર છે. પરંતુ અમુક વહાણોની પહેલી સપ્ટેબરે ઈમીગ્રેશન પ્રક્રિયા પુર્ણ થયેલ અને ત્યારબાદ સલાયા ખાતે આ કામગીરી બંધ કરી છે.
રાજકોટ આઈ.બી.ખાતે આ કામગીરી ચાલુ કરેલ પરંતુ તે પણ 8 સપ્ટેબર સુધી ચાલુ રહેલ અને ત્યારબાદ સંપુર્ણ બંધ થયેલ છે. આ કારણે હાલમાં સલાયાના આશરે 40 થી 50 જેટલા વહાણો પોરબંદર, બેડી, મુન્દ્રા વગેરે જેવા બંદરો ઉપરથી પોતાના વહાણમાં ભરેલ હજારો ટન ખાઘ્ય પદાર્થો જેવા કે, ચોખા, ખાંડ, અનાજ, મગફળી વગેરે ભરીને અન્ય દેશોમાં જવા માટે તૈયાર છે.
પરંતૂ ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ થવાના કારણે આ વહાણો હવે પોતાનો વેપાર કરી શકશે નહીં. તેમાં ભરેલ માલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહી આવે તો બગડી જશે તેમજ જે તે વહાણ માલિકને અને માલ મોકલનાર પાર્ટીને સમયનું અને નાણાનું મોટું નુકશાન થશે. તેમજ ગુજરાત સરકારને પણ થનારી આવકનું નુકશાન થશે.
દરીયાઈ પરિવહનનો વ્યવસાય કરતા વેપારીઓ નુકશાનીને કારણે આ વ્યવસાય બંધ કરી દેશે, જેથી આ વેપારીઓ, લગત મજુરો, નાના નિકાસ અને આયાતકારો વગેરેની રોજીરોટી છીનવાઈ જશે. જે અંગેની જામનગર માછીમાર એસોસીએશનના પ્રમુખ અનવર નુરમામદ સંઘારએ દ્વારકા-જામનગર એસપી, સાંસદ સહિતને લેખિત રજુઆત કરી છે.

