Gujarat

પ્રકૃતિના સૌંદર્યથી ઝળહળતો ”જમજીર ધોધ” – પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો,

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જામવાળા નજીક આવેલો જમજીર ધોધ દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ધોધને નિહાળવા બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓની ભારે ભીડને કારણે જામવાળા અને આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે રાજ્યભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે.જોકે, જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ધોધની નજીક જવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, અનેક લોકો ધોધની સુંદરતા નિહાળવા માટે પહોંચી રહ્યા છે.

સુરક્ષાની દ્રષ્ટિએ, ગીર ગઢડા પોલીસ સ્ટેશન અને કોડીનાર પોલીસ સ્ટેશનના જી.આર.ડી. જવાનો સતત તહેનાત રહીને કડક દેખરેખ રાખી રહ્યા છે.પોલીસ વિભાગ દ્વારા ધોધની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્રવાસીઓને સલામત અંતરથી ધોધનો આનંદ માણવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને પોલીસ ટીમ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂમાં રાખી રહી છે.