મુંબઈ
દિલીપ જાેશીની ૨૭ વર્ષની પુત્રી નિયતિના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થયા છે. યશોવર્ધનના પિતા અશોક મિશ્રા જાણીતા લેખક છે. નિયતિ અને યશે ૧૧ ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં લગ્ન કર્યા હતા. નિયતિ ખૂબ જ પ્રતિભાશાળી અને સારી રીતે શિક્ષિત છે. તેમણે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન, લંડનથી પબ્લિશિંગમાં માસ્ટર્સ ડિગ્રી અને અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. લગ્નની તસવીરો પોસ્ટ કરતા દિલીપ જાેશીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “તમે ગીતો, ફિલ્મોમાંથી લાગણીઓ ઉછીના લઈ શકો છો પરંતુ જ્યારે આ બધું ખરેખર થાય છે ત્યારે અનુભવ અજાેડ હોય છે.” મારી નાની પુત્રી નિયતિ અને યશોવર્ધનને શુભકામનાઓ. દિલીપ જાેશીનો અંગ્રેજીમાં આ મેસેજ જાેઈને તેના ચાહકોએ પણ મજા માણી હતી.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ પર રાજ કરનાર દિલીપ જાેશીની પુત્રીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક્ટરે જે રીતે ધૂમધામથી દીકરીના લગ્ન કર્યા તે સપનું દરેક પિતા જાેતા હોય છે. જ્યાં એક તરફ તેણે દરેક ઉજવણીમાં પોતાની ખુશી વ્યક્ત કરી અને દરેક ક્ષણનો આનંદ માણ્યો, તો બીજી તરફ દીકરીને જતી જાેઈને પણ તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. આ લગ્નની તસવીરો પર લોકો દરેક જગ્યાએથી અભિનંદન સંદેશ પોસ્ટ કરી રહ્યા છે. જ્યારે નિયતિ દુલ્હનના રૂપમાં જાેવા મળી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ લાલ રેશમી સાડી પહેરી હતી. જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી હતી. જાેકે, આ આખા બ્રાઈડલ લૂકની સૌથી મહત્વની બાબત તેના વાળ હતા. સામાન્ય રીતે જાેવામાં આવે છે કે છોકરીઓ લગ્ન પહેલા પોતાના વાળની ??સંભાળ માટે હજારો રૂપિયા ખર્ચે છે. જાે કોઈના વાળ થોડા પણ સફેદ હોય તો તેઓ તેમાં અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે. આનાથી ઊલટું નિયતિએ આત્મવિશ્વાસથી તેના સફેદ વાળને રહેવાજ દીધા હતા. નિયતિએ બન બનાવ્યો અને હેરસ્ટાઇલને મોગરા અને ગુલાબના ફૂલોથી સજાવી હતી. નિયતિનો આ દેખાવ સૌંદર્યના નિર્ધારિત ધોરણોને ખુલ્લેઆમ પડકારવા માટેનું એક પગલું હતું. છોકરીઓને સૌથી વધુ તેમના દેખાવ પરથી જજ કરવામાં આવે છે. તેના વાળ સહિત વાળની તેના રંગ સુધી ચોક્કસ અપેક્ષાઓ રાખવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દરેક છોકરી તેના પર બંધ બેસે છે. જાે કે, નિયતિએ પોતાનો આત્મવિશ્વાસ બતાવીને આ પરિમાણોનો ત્યાગ કર્યો અને તેણી જેવી છે તેવી કન્યા તરીકે બહાર આવી. આ એક પગલું છે જે ચોક્કસપણે પ્રશંસાને પાત્ર છે.
