પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
હારીજમાં વરલી મટકાના જુગાર ઉપર એલ.સી.બી. પાટણનો દરોડો એક દલીલિયો ઝડપાયો – રૂ. 75 હજારનો મુદ્દામાલ કબજે
પાટણ જિલ્લામાં જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડથી નાબુદ કરવા માટે ચાલતી સતત કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. પાટણની ટીમે હારીજ ટાઉન વિસ્તારમાં વરલી મટકાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
હારીજ કાતરીયાવાસ વિસ્તારમાં એક ઈસમ વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી-રમાડતો હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એક આરોપીને રોકડ રૂ. 70,010/-, મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000/- તથા જુગાર લગત ચિઠ્ઠીઓ-ડાયરી સહિત કુલ રૂ. 75,010/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બે અન્ય સંકળાયેલા ઈસમો ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમની શોધખોળ હારીજ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે.
પકડાયેલા આરોપીની વિગતો: જીજ્ઞેશ કનુભાઈ ઉર્ફે ભોપાજી સરતાનજી ઠાકોર, રહે. હારીજ કાતરીયાવાસ જયારે ફરાર આરોપીઓમાં રાજગોર જૈમીન લાભશંકર, રહે. સરવાલ, મોબાઇલ નંબર 7698726493 વાળો ગ્રાહક ગોપાલ
કબજે કરેલ મુદ્દામાલ:
રોકડ રૂ. 70,010/-
મોબાઇલ 1, કિંમત રૂ. 5,000/-
વર્લી મટકા લગત ચિઠ્ઠી, ડાયરી, બોલપેન, કાર્બન પેજ કુલ કિંમત : રૂ. 75,010/-
આ કામગીરી એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી. મકવાણા, પીએસઆઈ એસ.બી. સોલંકી તથા સ્ટાફના અ.હેડ કોન્સ્ટેબલો કુલદીપકુમાર લક્ષ્મીદાસ, લખનકુમાર અમૃતભાઈ અને હસમુખસિંહ અમરાભાઈનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.


