Gujarat

રાજકોટ CCTV તથા હ્યુમન રીસોર્સીસના મદદથી ચીલઝડપ ના અનડીટેકટ ગુન્હાને ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ CCTV તથા હ્યુમન રીસોર્સીસના મદદથી ચીલઝડપ ના અનડીટેકટ ગુન્હાને ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૧૬/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમા મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હાઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી પાડવા P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કનુભાઈ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા ધર્મેશભાઇ ખાંડેખા નાઓની સંયુકત હકીકત મળેલ કે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં થયેલ ચીલઝડપનો આરોપી લોહાનગર BSNL ઓફીસની પાછળ ની શેરીમાં હાજર હોય તેવી સચોટ બાતમી હકીકત મળતા તે જગ્યાએ જઈ ચેક કરતા એક ઇસમ સફેદ એકટીવા સાથે ઉભો હોય તેને ચેક કરતા તેની પાસેથી રોકડા રૂપીયા મળી આવતા તેને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી ઇસમ ની ઉંડાણ પુર્વક યુક્તિ પ્રયુક્તિની પુછપરછ કરતા ઇસમે જણાવેલ કે આજથી આશરે પાંચેક દિવસ પહેલા રાત્રીના સમયે દેના બેંક ચોક જ્યુબેલી ચોક પાસેથી એક મહીલા પાસેથી ચીલ ઝડપ કરીને તેના રોકડા રૂપીયા લઇ નાસી ગયેલ હોય જે બાબતે ઇ ગુજકોપમાં ચેક કરતા રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૪(૨) મુજબ નો ગુન્હો નોંધાયેલ હોય જે અંનડીટેકટ ગુન્હાને ડીટેક કરી ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. શુભમ હરેશગીરી ગૌસ્વામી જાતે-બાવાજી ઉ.૨૫ રહે.નંદનવન સોસાયટી આવાસ યોજના ક્વાર્ટર નં.૫૬૨ નાણાવટી ચોક ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. ગુન્હાના કામે વપરાયેલ એકટીવા મો.સા. જેના રજી.નં.GJ-03-PE-8024 ચીલઝડપમાં ગયેલ રોકડા રૂપીયા કિ.૧,૨૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251117-WA0049.jpg