Gujarat

ગુજરાતમાં ૧ હજારના રોકાણનો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થપાશે

અમદાવાદ
ગુજરાતમાં ય્છઝ્રન્ અને ય્છૈંન્ના સંયુકત સહયોગથી સ્થપાનારો આ બાયોઇથેનોલ પ્લાન્ટ પ્રધાનમંત્રીના આ લક્ષ્યને સિદ્ધ કરી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતની નેમ સાકાર કરવામાં મહત્વપૂર્ણ પરિમાણ બનશે. આ પ્લાન્ટમાં ફીડસ્ટોક તરીકે મકાઈ કે ચોખાના ભૂસાનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ટેક્નોલોજી દ્વારા ૫૦૦ કેએલડી (કિલો લીટર પ્રતિ દિવસ) બાયોઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. બાયો-પ્રોડક્ટ તરીકે અંદાજે ૧૩૫ કેટીપીએ જેટલું પ્રોટીન-રીચ એનિમલ ફીડ અને ૧૬.૫૦ કેટીપીએ જેટલું કોર્ન-ઓઈલ પ્રાપ્ત થશે. આ બાયોઈથેનોલ પ્લાન્ટથી અંદાજિત વાર્ષિક રૂ. ૧૫૦૦ કરોડનું ટર્ન ઓવર થશે અને અંદાજે ૭૦૦ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. આ ઉપરાંત, ક્રુડ ઓઈલની આયાત ઘટવાને લીધે ફોરેન એક્સ્ચેન્જમાં દર વર્ષે અંદાજે ૭૦ મિલિયન યુએસ ડોલર જેટલી બચત પણ થશે. એટલું જ નહિ, ખેડૂતો પાસે મોટાપાયે મકાઈની ખરીદી કરવામાં આવતા તેમના માટે આવકના નવા દ્વાર ખુલશે તથા મકાઇ પકવતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ પણ વધશે. આ સ્ર્ંેં સાઇનીંગ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જાેષી, ય્છૈંન્ના સીએમડી મનોજ જૈન તથા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ-ય્છઝ્રન્ અને ભારત સરકારના સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ-ય્છૈંન્ વચ્ચે રાજ્યમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના સ્ર્ંેં ગાંધીનગરમાં થયા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં થયેલા આ સ્ર્ંેં અંતર્ગત ગુજરાતમાં અંદાજે ૧૦૦૦ કરોડના રોકાણ સાથે ૫૦૦ કિલો લીટર રોજની ક્ષમતાનો બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે. આ રોકાણથી ગુજરાતમાં રોજગારીની મોટી તક ઉભી થશે. આ સ્ર્ંેં પર ય્છઝ્રન્ના મેનેજિંગ ડિરેકટર મિલીન્દ તોરવણે અને ય્છૈંન્ના બિઝનેશ ડેવલપમેન્ટ ડિરેકટર એમ.વી. ઐયરે હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આર્ત્મનિભર ભારતના સંકલ્પ સાથે દેશમાં ક્રુડ ઓઇલની આયાત ઘટાડીને ફોરેન એક્સચેન્જની બચતના ઉદ્દેશથી આગામી ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડીંગ માટેનો રોડ મેપ લોન્ચ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *