Gujarat

ગોધરા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

ગોધરા તાલુકાના કબીરપૂર ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ કાંકણપૂર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રામાના મુવાડા ગામના નવનીત બાબુભાઈ મહેરાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નવનીત મહેરા 21 નવેમ્બરના રોજ પોતાની બાઇક પર સાવલી નજીક આવેલી સીએમઆર ગ્રીન ટેકનોલોજી કંપનીમાં જઈ રહ્યા હતા. ગોધરા તાલુકાના તુલસીગામથી વચ્છેસર તરફ જતી વખતે તેમને કબીરપૂર ગામ નજીક નર્મદા કેનાલમાં એક મૃતદેહ તરતો દેખાયો હતો.

નવનીત મહેરાએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર જાણ કરી હતી. ત્યારબાદ સેવાલિયાની જનરક્ષક ટીમ અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ આશરે 30 થી 40 વર્ષની વયના પુરુષનો હોવાનું સામે આવ્યું છે.