મહેસાણા પંથકમાં પતિ,પત્ની અને વોના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે એક ૨૨ વર્ષીય મહિલાને તેના લગ્ન જીવનના ૪ વર્ષમાં પતિના આડા સબંધોને લઈ ઘર કંકાસ શરૂ થયો હતો. મહિલાએ દીકરીને જન્મ આપ્યા બાદ પરિવારમાં ગૃહિણી અને માતા તરીકેની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત રહી હતી, ત્યાં તેનો પતિ સોશિયલ મીડિયામાં મળેલી પ્રેમિકા સાથે ચેટિંગ કરી ગુલછડીયા ઉડાડવામાં વ્યસ્ત રહેતો હતો. જાેત-જાેતામાં મહિલાને તેના પતિના કોઈ સ્ત્રી સાથેના આડા સબંધો હોવાની જાણ થતાં ઠપકો આપ્યો હતો. તો પતિને સમજવવા ઘણો પ્રયાસ કર્યો હતો. જાેકે તેમ છતાં તેના પતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો. પતિના પરસ્ત્રી સાથેના આડા સબંધોમાં પત્ની માનસિક રીતે અસ્વસ્થ બની હતી.
તો તેમના ઘરમાં આર્થિક સંકડામણ પણ ઉભી થઈ હતી. પરસ્ત્રી પાછળ ઘેલા બનેલા પતિએ પોતાના ડ્રાઇવિંગના વ્યવસાયને પણ પડતો મૂકી માત્ર પ્રેમ પ્રકરણમાં જ સમય વિતાવતો હતો. વારંવારની ટકોર બાદ પણ પતિ સુધરતો ન હોઈ અંતે આ પરિસ્થિતિને લઈ તંગ આવી જતા મહિલાએ પોતાની ૧ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. જાેકે તે દીકરી સાથે આપઘાત કરવા જતાં ૧૮૧ અભયમની ટીમને જાણ થઈ હતી, જેથી ૧૮૧ની ટીમે તે મહિલાને આપઘાત કરવાથી રોકી દઈ માતા અને માસૂમ પુત્રી બન્નેનો જીવ બચાવી લીધો હતો.
જ્યાં મહિલાએ આપઘાતના વિચાર માટે તેના પતિના આડા સબંધોની સમસ્યા જણાવી હતી, જેથી ૧૮૧ની ટીમ મહિલા અને તેની બાળકીને યોગ્ય સમાધાન મળે માટે ઁમ્જીઝ્રમાં રજૂઆત કરવા લઈ આવ્યા હતા. જ્યાં કાઉન્સેલર નીલમ પટેલે મહિલાની રજૂઆત આધારે તેના પતિને બોલાવતા તેને પોતાની ગુમ થનાર પત્ની અને પુત્રી મળી ગયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેને પોતાની પત્ની અને પુત્રીની જવાબદારી અંગે ભાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં પતિએ પોતાના અન્ય સ્ત્રી સાથેના સબંધો તોડી પાડી સમાધાન કરતા પતિ પત્ની અને પુત્રીના જીવનમાં પુન: સુખ શાંતિ સ્થપાઈ હતી.
મહિલાને એવું તો શું થયું કે, આપઘાતનો વિચાર આવ્યો ને કેમ કોઈની મદદ ન માંગી? તે અંગે ઊંડાણ પૂર્વક કાઉન્સેલિંગ કરતા ઁમ્જીઝ્રના અનુભવી કાઉન્સેલર નીલમ પટેલે મહિલા અને તેના સાસરિયાઓને પૂછતાં મહિલાના પતિએ એક કાગળ બતાવી તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હોવાનું કહ્યું હતું. ત્યારે ના સમજ પત્ની અને પરિવારે તે માની પણ લીધું હતું. જ્યારે સેન્ટર પર પતિને તે અંગે પૂછતાં તે કાગળ માત્ર તેની પ્રેમિકા સાથેના આશ્રિત કરાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મહિલા અને અન્ય પરિજનોને લગ્ન ન થયા હોવાની જાણ થતા આશ્રિત કરાર પણ રદ કરાવ્યા હતા.

