Gujarat

કોડીનાર-વડોદરા રૂટની બસમાં મુસાફરની ઈમાનદારીભરી સેવાથી ગુમાયેલું પાકીટ પરત

કોડીનાર થી વડોદરા વાયા ભાવનગર રૂટ પર દોડતી GSRTC બસ નંબર 8072 માં એક મુસાફરનું પાકીટ બસમાં પડી ગયું હતું. ફરજ પરના કંડકટર દિવ્યેશભાઈ વાળા ને આ પાકીટ મળી આવતા તેમણે તરત જ પોતાના સહકર્મી ડ્રાઈવર ગીગાભાઈ સાથે મળીને ભાવનગર ડેપોના T.C. પોઇન્ટ પર તેની યોગ્ય ખરાઈ કરી.
દસ્તાવેજોની ચકાસણી બાદ પાકીટ તેના વાસ્તવિક માલિક મહમદભાઈ સૈયદ ને સાવ ખંત અને ઈમાનદારીપૂર્વક સુપ્રત કરવામાં આવ્યું હતું.
મહમદભાઈએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સામાન સુરક્ષિત પ્રાપ્ત થતા GSRTCના સ્ટાફની ઈમાનદારી, સતર્કતા અને ઉત્તમ સેવાભાવ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટર પરેશ લશ્કરી