અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આજે(૧ ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખરચર નામના યુવકને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે. એસજી ૧ ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કથન ખરચર નામનો ૨૧ વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે. કથન CCTV પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કથન રોજની જેમ આજે(૧ ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો. નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતાં સવારે ૬:૩૦ વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. એને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક-પોલીસ અને મૃતક યુવકનાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યાં હતા. યુવાન દીકરાનું મોત થતાં પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યાં હતાં. ટ્રાફિક-પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા CCTV ફૂટેજમાં આધારે વધુ તપાસ શરૂ કરી છે. એસજી ૧ ટ્રાફિક-પોલીસ સ્ટેશનના ઁૈં આર.વી વીછીએ જણાવ્યું હતું કે અકસ્માત કરીને અજાણ્યો વાહનચાલક નાસી ગયો છે. પોલીસ દ્વારા એસજી હાઈવે પરના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હિંમતનગર તરફથી આવતી આઇવા ટ્રકના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી વૃદ્ધને ટકકર મારતા તેઓ રોડ ઉપર પડી ગયા હતાં. એજ ઘડીએ ટ્રકના ટાયર માથા પરથી ફરી વળ્યા હતા અને તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

